વન ડે સીરિઝ પહેલાં ભારતની મુશ્કેલી વધી, ઓસ્ટ્રેલિયામાં સામેલ થયો ઘાતક ફિનિશર

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શ બીમાર પડતાં તેની જગ્યાએ એશ્ટન ટર્નરને સામેલ કરવામાં આવ્યો છે

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શ બીમાર પડતાં તેની જગ્યાએ એશ્ટન ટર્નરને સામેલ કરવામાં આવ્યો છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 12મી જાન્યુઆરીએ વન ડે સીરિઝની શરૂઆત થશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શ બીમાર પડતાં તેની જગ્યાએ એશ્ટન ટર્નરને સામેલ કરવામાં આવ્યો છે.

  માર્શના પેટની તકલીફને લીધે ત્રણ વન ડેની સીરિઝની પહેલી મેચ નહીં રમી શકે. જ્યારે બાકી બે મેચમાં સામેલ થઇ શકે છે. એશ્ટન ટર્નર જેણે ઓસ્ટ્રેલિયા માટે 3 ટી20 રમી છે, તેને પહેલાં વન ડે માટે કવર તરીકે બોલાવવામાં આવ્યો છે.

  ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કહ્યું, તે પારીને પૂરી કરવી સારી રીતે જાણે છે અને સારો ખેલાડી પણ છે. સાથે જ તે કેપ્ટન પણ રહ્યો છે.

  આ પણ વાંચો: INDvsAUS:ટીમ ઇન્ડિયાનું આગામી લક્ષ્ય વન ડે સીરિઝ, ધોની-ધવને પરસેવો પાડ્યો

  'જે અંદાજમાં તે ગેમ ફિનિશ કરે છે તે કમાલ છે. મહાન ફિનિશરોની જેમ તેને ગેમની સારી સમજ છે. ઉપરાંત તે સારો લીડર અને વ્યક્તિ પણ છે. તેના સમાવેશથી હું ઘણો ઉત્સાહી છું.'

  'તે વિકેટોની પાછળ ખૂબ જ ઝડપથી દોડે છે. જ્યારે માઇક હસી ટીમમાં આવ્યો હતો ત્યારે આ જ ખાસિયત તેનામાં હતી. આવામાં અમને ટર્નરથી ઘણી આશાઓ છે.'

  વાત કરીએ મિચેલ માર્શની તો આ અઠવાડિયું તેના માટે સારું નથી રહ્યું. ખરાબ પર્ફોર્મન્સને લીધે તેને શ્રીલંકા સામેની સીરિઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વન ડે 12 જાન્યુઆરીએ સિડનીમાં રમાશે.
  Published by:Azhar Patangwala
  First published: