Home /News /sport /ENGVsAUS: સિક્સર બચાવવા માટે બાઉન્ડ્રી પર માર્યો કૂદકો, ક્યારેય નહી જોઇ હોય આવી ફિલ્ડિંગ

ENGVsAUS: સિક્સર બચાવવા માટે બાઉન્ડ્રી પર માર્યો કૂદકો, ક્યારેય નહી જોઇ હોય આવી ફિલ્ડિંગ

એશ્ટન અગરે ઓસ્ટ્રેલિયા માટે બાઉન્ડ્રી પર સિક્સર રોકી હતી

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે સીરિઝની પ્રથમ મેચ રમાઇ હતી. એડિલેડ ઓવલમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી એશ્ટન અગર ચર્ચામાં રહ્યો, ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું

    Ashton Agar Saves Six on Boundary against England: ઇંગ્લેન્ડે સારૂ પ્રદર્શન કરતા ટી-20 વર્લ્ડકપ 2022નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. હવે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ઇંગ્લિશ ટીમ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન ડે સીરિઝમાં વ્યસ્ત બની છે. 17 નવેમ્બરે બન્ને દેશ વચ્ચે ત્રણ મુકાબલાની વન ડે સીરિઝની પ્રથમ મેચ રમાઇ હતી. એડિલેડ ઓવલમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી એશ્ટન અગર ચર્ચામાં રહ્યો હતો.

    મેચ દરમિયાન એશ્ટન અગરે એવી ફિલ્ડિંગ કરી કે જેને જોઇને તમે ચોકી જશો. એશ્ટન અગરે આ અદભૂત ફિલ્ડિંગ દ્વારા પોતાની ટીમ માટે પાંચ રન બનાવ્યા હતા. આ ઘટના 45મી ઓવરમાં બની હતી. પેટ કમિન્સ દ્વારા ફેકવામાં આવેલી ઓવરના અંતિમ બોલને મલાને ડીપ-મિડ વિકેટ ઉપરથી સિક્સર માટે મોકલ્યો હતો.



    આ સમયે એવુ લાગતુ હતુ કે બોલ બાઉન્ડ્રીની પાર સિક્સર માટે જતી રહેશે પરંતુ એશ્ટન અગરે બાઉન્ડ્રી લાઇનની બહાર હવામાં કુદકો મારતા બોલને પકડ્યો હતો અને પછી નીચે પડ્યા પહેલા જ બોલને મેદાનની અંદર ફેકી દીધો હતો. સોશિયલ મીડિયા પર એશ્ટન અગરની ફિલ્ડિંગની પ્રશંસા કરવામાં આવી રહી છે. સાથે ફેન્સ પણ એશ્ટન અગરની ફિલ્ડિંગ જોઇને ચોકી ગયા છે.

    મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતુ. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 46.5 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને 291 રન બનાવી પડકારને મેળવી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાને સૌથી વધુ 141 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર (86), સ્ટીવન સ્મિથ અણનમ (80), ટ્રેવિસ હેડ 60 રનની ઇનિંગ રમી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन