Home /News /sport /

IPL 2022: અમદાવાદની IPL ટીમનો મુખ્ય કોચ બનશે નેહરા, ગેરી કર્સ્ટનની હશે આ ભૂમિકા

IPL 2022: અમદાવાદની IPL ટીમનો મુખ્ય કોચ બનશે નેહરા, ગેરી કર્સ્ટનની હશે આ ભૂમિકા

IPL 2022 Ahmedabad Team : અમદાવાદની આઈપીએલ ટીમના કોચિંગ સ્ટાફમાં ત્રણ નામો ફાઇલ થયા

IPL Ahmedabad Team : અમદાવાદની આઈપીએલ ટીમના કોચિંગ સ્ટાફ નક્કી થઈ ગયા હોવાનો અહેવાસ, સૂુત્રોએ આપ્યા ત્રણ દિગ્ગજોના નામ

    IPL 2022: IPL 2022નું મેગા ઓક્શન(IPL 2022 Mega Auction) હવે ટૂંક સમયમાં યોજાનાર છે અને તમામ ફ્રેન્ચાઇઝી તેની તૈયારીઓમાં લાગી ચૂકી છે. તેવામાં નવી ફ્રેન્ચાઇઝી અમદાવાદ(IPL Ahmedabad Team Coaching Staff)એ કોચિંગ સ્ટાફનું લીસ્ટ જાહેર કર્યુ છે. આગામી સીઝનમાં પહેલી વાર આ ટૂર્નામેન્ટનો ભાગ બનશે. અમદાવાદ ફ્રેન્ચાઇઝી (Ahmedabad franchisee) તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયારીઓ કરી રહી છે. હવે ટીમે તેના દિગ્ગજ કોચિંગ સ્ટાફની જાણકારી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની આઈપીએલ ટીમના હેડ કોચ બનશે આશિષ નહેરા (Ashis Nehra To be head Coach of Ahmedabad IPL Team) જ્યારે ગેરી કર્સ્ટન બનશે મેન્ટોર (Gary Kirsten)

    અમદવાદની ફ્રેન્ચાઇઝીએ તેમની ટીમ સાથે જે દિગ્ગજોને સામેલ કર્યા છે, તેમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કોચ ગેરી કર્સ્ટન (Gary Kirsten), ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરા (ashish nehra) અને વિક્રમ સોલંકી (Vikram Solanki)ના નામ સામેલ છે. ગેરી કર્સ્ટને ભારતીય ક્રિકેટ ટીમના કોચની ભૂમિકા પણ નિભાવી છે. આ સાથે તેમણે RCB ફ્રેન્ચાઈઝી સાથે પણ કામ કર્યું છે.

    આ પણ વાંચો :  MS Dhoniએ પાળ્યા છે અશ્વ, શ્વાન, મકાઉ, ઘરમાં જ બનાવ્યું છે અડધુ 'ઝૂ', જુઓ Video

    PTIના અહેવાલ મુજબ વિક્રમ સોલંકી આ ટીમના ડાયરેક્ટર બનશે જ્યારે આઈપીએલની અમદાવાદ ટીમના મુખ્ય કોચ બનશે આશિષ નહેરા હશે અને ગેરી કર્સ્ટન મેન્ટોરની ભૂમિકા નિભાવશે.

    PTIને એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ ફ્રેન્ચાઇઝે આશિષ નહેરાને મુખ્ય કોચ તરીકે સાઇન કર્યો છે જ્યારે સોલંકીને ડાયરેક્ટર ક્રિકેટ તરીકે સાઇન કર્યો છે. કર્સ્ટન આ ટીમના મેન્ટોર તરીકે ભૂમિકા નિભાવશે.

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન, T20માં છે આ ખેલાડીઓની ધાક

    સત્તાવાર જાહેરાત બાકી

    સૂત્રોએ પીટીઆઈને જણાવ્યા મુજબ અમાવાદની ફ્રેન્ચાઇઝે આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. અમદાવાદની ટીમને બીસીસીઆઈ તરફથી એલઓઆઈ મળી જાય બાદમાં આની સત્તાવાર જાહેરા કરવામાં આવશે.

    આ નિમણૂકના લીધે અમદાવાદનું રમવું લગભગ નક્કી

    આઈપીએલમાં અમદાવાદની ટીમનું રમવું હવે લગભગ નક્કી મનાઈ રહ્યું છે. સટ્ટામાં કથિત સંડોવણીના અહેવાલોના કારણે અમદાવાદ ફ્રેન્ચાઇઝીની તપાસ ચાલી રહી હતી. આ તપાસનો અહેવાલ સોંપી દેવામાં આવ્યો છે અને બીસીસીઆઈ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IPL 202 Mega Auction, IPL 2022, IPL Ahmedabad Team

    આગામી સમાચાર