Home /News /sport /Ashes 2021, Australia vs England 2nd Test, Day 1 : ઓસ્ટ્રેલિયાએ 50નો આંક પાર કર્યો, વોર્નર-લાબુશેનની 41 રનની પાર્ટનરશિપ

Ashes 2021, Australia vs England 2nd Test, Day 1 : ઓસ્ટ્રેલિયાએ 50નો આંક પાર કર્યો, વોર્નર-લાબુશેનની 41 રનની પાર્ટનરશિપ

ઓસ્ટ્રેલિયા અને ઈન્ગલેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ઈન્ગલેન્ડની શરમજનક હાર

Ashes 2021, Australia vs England 2nd Test, Day 1 LIVE: યજમાન ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે એડિલેડ ઓવલ ખાતે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ સામે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું.

    Australia vs England 2nd Day Night Test at Adelaide Oval Cricket Score and Updates: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહી છે. આ ડે-નાઈટ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને બેવડો ઝાટકો લાગ્યો છે. જોશ હેઝલવુડ બાદ ટીમનો કેપ્ટન પેટ કમિન્સ આ મેચમાંથી બહાર થઈ ગયો છે. સ્ટીવ સ્મિથ ટીમની કપ્તાની સંભાળશે.

    અગાઉ નવ વિકેટથી જીત નોંધાવ્યા બાદ યજમાન ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે એડિલેડ ઓવલ ખાતે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ સામે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું.

    ડિનર બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાએ એક વિકેટના નુકસાન પર 45 રન બનાવ્યા હતા અને હવે આંકડો 50 ઉપર પહોંચી ગયો છે. ડેવિડ વોર્નર 25 અને માર્નસ લાબુશેન 16 રન બનાવીને રમી રહ્યા છે. બંને વચ્ચે 41 રનની પાર્ટનરશિપ થઈ છે. ઓસ્ટ્રેલિયાને એકમાત્ર ઝટકો માર્કસ હેરિસના રૂપમાં લાગ્યો, જેની વિકેટ સ્ટુઅર્ટ બ્રોડે લીધી.

    ડે-નાઈટ મેચોમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ પરફેક્ટ છે ત્યારે, ઈંગ્લેન્ડને ચાર અટેમ્પ્ટમાં માત્ર એક જ જીત મળી છે. આ જીત તેમને 2017માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે પ્રથમ ડે-નાઈટ મેચમાં મળી હતી. ઈંગ્લેન્ડને આ શ્રેણીમાં પિંક બોલ સાથે બે તક મળશે- હોબાર્ટમાં પાંચમી ટેસ્ટ, જે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં COVID-19 પ્રતિબંધોને કારણે પર્થથી ખસેડવામાં આવી હતી, તે પણ ડે-નાઇટર હશે. જ્યાં સુધી પિચનો સવાલ છે ત્યાં સુધી તમામ બોલરોને પેસ, બાઉન્સ અને મૂવમેન્ટમાં ફાયદો મળવો જોઈએ. જ્યારે લાઇટમાં સીમર્સ (seamer)ને થોડો ફાયદો થશે.

    ઓસ્ટ્રેલિયા (Playing XI): ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વાઈસ કેપ્ટન), માઇકલ નેસર, મિશેલ સ્ટાર્ક, ઝે રિચર્ડસન, નાથન લિયોન

    ઈંગ્લેન્ડ (Playing XI): રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર (વાઈસ કેપ્ટન), ક્રિસ વોક્સ, ઓલી રોબિન્સન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ashes, Australia, England, Test series, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन