Home /News /sport /

Ashes : બોલ બેલ્સ સાથે અથડાયો, અંમ્પાયરે આપ્યો LBW છતાં ખેલાડી નોટ આઉટ

Ashes : બોલ બેલ્સ સાથે અથડાયો, અંમ્પાયરે આપ્યો LBW છતાં ખેલાડી નોટ આઉટ

Ashes : બેન સ્ટોક્સ આઉટ થતા થતા બચ્યો વીડિયો થયો વાયરલ

Ashes AUS vs ENG : સ્ટોક્સે ઇનિંગની 30મી ઓવરના પહેલા બોલ છોડવાનો પ્રયાસ કર્યો હતો. આ બોલ થાઈ (Ben Stokes Survived) પેડ પર લાગ્યો હતો, તેમ વિચારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ અપીલ (Ben Stokes Video) પણ કરી હતી.

  AUS vs ENG Ashes: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે (AUS vs ENG Ashes)  ચોથી એશિઝ ટેસ્ટ ચાલી રહી છે. જોકે ત્રીજા દિવસની રમતમાં એક અજીબોગરીબ ખેલ થઈ ગયો હતો. ક્રિકેટની દુનિયામાં કોઇ એકની હાર તો એકની જીત થતી રહે છે, ત્યાં કાંગારુ ટીમની નજર ઇંગ્લેન્ડને  (AUS vs ENG Fourth Sydney Test) આ શ્રેણીમાંથી બહાર કરવા તરફ હશે. પ્રથમ ત્રણ મેચ હારી ચૂકેલી ઈંગ્લેન્ડની ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેચના ત્રીજા દિવસે લંચ પછી એક વિચિત્ર ઘટના સામે આવી, સ્ટોક્સે ઇનિંગની 30મી ઓવરના પહેલા બોલ છોડવાનો પ્રયાસ કર્યો હતો. આ બોલ થાઈ (Ben Stokes Survived) પેડ પર લાગ્યો હતો, તેમ વિચારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ અપીલ (Ben Stokes Video) પણ કરી હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની અપીલ સાંભળીને અમ્પાયર પોલ રાઈફલે આંગળી પણ ઉંચી દીધી હતી.

  આ નિર્ણય સામે બેન સ્ટોક્સે તરત જ ડીઆરએસ(DRS) લીધો અને રિપ્લેમાં જોવા મળ્યુ કે બોલ બેટ કે પેડ સાથે નહોતો અથડાયો. આ બોલ સીધો બેલ્સ સાથે અથડાયો હતો છતાં બેલ્સ જમીન પર ન પડી, આ જોઇને સ્ટેડિયમમાં રહેલાં તમામ દર્શકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

  સોશિયલ મીડિયામાં પણ આ મેચનો વિડીયો વાઇરલ

  સોશિયલ મીડિયામાં પણ આ મેચનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. જોકે હકીકત એ છે કે એલબીડબલ્યુ માટે અમ્પાયરે આપેલ આઉટ રદ્દ થયો હતો અને બેલ્સ ન પડતા સ્ટોકસ ક્રીઝ પર જ રહ્યો હતો.

  શેન વોર્ને ફોક્સ ક્રિકેટ માટે કોમેન્ટ્રી કરતાં કહ્યું કે તેમણે આવું દ્રષ્ય ક્યારેય નથી જોયુ. અમ્પાયરે પણ કેવી રીતે આઉટ આપ્યો? આ એક વિચિત્ર ઘટના છે. પોલ રાઇફલ એક બોલર હતા, અને તેમણે આ ઘટના જોતા જ કહી દીધુ કે, ‘યુ આર આઉટ.’

  આ પણ વાંચો :  IND vs SA 3rd Test : વિરાટ કોહલીનું કેપટાઉન ટેસ્ટ રમવું નક્કી, આ ખેલાડીઓ માથે લટકતી તલવાર!

  વધુમાં શેન વોર્ન કહ્યું કે,” આ સૌથી વિચિત્ર ઘટનાઓમાની એક છે, જે રીતે બોલ સ્ટમ્પ સાથે અથડાય છે, છતાં બેલ્સ નથી પડતી. હું હાલ પણ સદમામાં જ છું, મને માફ કરી દો,મને હજુ મારી આંખો પર વિશ્વાસ નથ થતો કે આપણે હાલ શું જોયું.”

  સચિન તેંડુલકરે પણ કર્યુ ટ્વીટ

  આ વિચિત્ર ઘટનાને લઇને ગોડ ઓફ ધ ક્રિકેટ તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે પણ ટ્વીટ કર્યું હતુ. સચિને ટ્વીટ કરતાં કહ્યું કે, “ બોલ દ્વારા હિટ થયા બાદ પણ બેલ્સ જમીન પર ન પડી જેને લઇને હિંટીંગ ધ સ્ટંમ્પ નિયમ બનવો જોઇએ, બોલરો પ્રતિ નિષ્પક્ષ રહેવું જોઇએ, તમારો શું વિચાર છે ?”  આ મેચની વાત કરીએ તો,ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 416 રન બનાવ્યા હતા, ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ આ મેચમાં 137 રન ફટકાર્યા હતા, તો સ્ટીવ સ્મિથે 67 રન બનાવ્યા હતા. આ સિવાય ઇંગ્લેન્ડ તરકથી સ્ટુઅર્ટ બ્રોડે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 5 વિકેટ લીધી હતી.

  આ પણ વાંચો : India Vs South Africa: વર્ષની પહેલી ટેસ્ટ મેચમાં કઇ રીતે પ્રદર્શન કરે છે ટીમ ઈન્ડિયા? જાણો રેકોર્ડ

  Ashes Score એશિઝ સ્કોર

  જેના જવાબમાં ત્રીજા દિવસે પ્રથમ દાવમાં 135 રન બનાવ્યા હતા, બેન સ્ટોક્સ 52 અને જોની બેયરસ્ટો 45 રન બનાવીને ક્રીઝ પર છે. બ્રેક સુધી બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઇ હતી. બ્રેક બાદ સ્ટોક્સ 66 રન બનાવીને આઉટ થયો હતો. તેને ઓફ સ્પિનર નાથન લાયને LBW આઉટ કર્યો હતો.
  First published:

  Tags: Ashes, AUS VS ENG, Cricket News in Gujarati

  આગામી સમાચાર