Ashes, AUS vs ENG: પોતાની ટીકા કરતી કોલમના કટિંગને આ ક્રિકેટરે બાથરૂમમાં લગાવી, પછી કંઇક આ રીતે આપ્યો જવાબ
Ashes, AUS vs ENG: પોતાની ટીકા કરતી કોલમના કટિંગને આ ક્રિકેટરે બાથરૂમમાં લગાવી, પછી કંઇક આ રીતે આપ્યો જવાબ
steve Smith : સ્મિથે પોતાની ટીકા કરતી કોલમને લગાવી દીધી હતી બાથરૂમમાં
Ashes AUS vs ENG : સ્મિથને 2018માં બોલ ટેપરિંગ વિવાદ (ball-tampering controversy) માટે એક વર્ષ સુધી ક્રિકેટમાંથી બેન કરી દેવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદ સ્મિથે શાનદાર કમબેક (Comeback) કર્યુ હતું અને ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા હતા.
Ashes, AUS vs ENG: ઓસ્ટ્રેલિયન બેટ્સમેન (Australian Batsmen) સ્ટીવ સ્મિથ (Steve Smith) માટે ક્રિકેટ કરિયરમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. સ્મિથને 2018માં બોલ ટેપરિંગ વિવાદ (ball-tampering controversy) માટે એક વર્ષ સુધી ક્રિકેટમાંથી બેન કરી દેવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદ સ્મિથે શાનદાર કમબેક (Comeback) કર્યુ હતું અને ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા હતા. આ પહેલા સ્મિથને અનેક વખત આલોચનાઓ (criticism)નો સામનો કરવો પડ્યો હતો. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેના વિશે સ્મિથે કહ્યું કે, કઇ રીતે તેઓ સતત થઇ રહેલા વિરોધના કારણે તેમને માનસિક તણાવનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડી ઇયાન ચેપલે એક કોલમમાં તેમની આકરી ટીકા કરી હતી.
સ્મિથે કોડ સ્પોર્ટ્સ માટે પોતાની કોલમમાં જણાવ્યું કે, મને યાદ છે ઇયાન ચેપલે એક કોલમ લખી હતી – જેમાં કહ્યું હતું કે, ક્રિકેટથી દૂર રહ્યા બાદ હું બેટિંગ નહીં કરી શકું.
ટીકાને બનાવી પ્રેરણા
આગળ સ્મિથે જણાવ્યું કે, મેં તે પેપરનું એક કટિંગ લીધું અને બાથરૂમના અરીસા પર ચોંટાડી દીધું હતું. દરરોજ સવારે અન રાત્રે જ્યારે હું બ્રશ કરતો ત્યારે તેને જોતો રહેતો હતો. જ્યારે મેં 2019ની એશિઝ સીરીઝ શરૂ કરવા માટે એજબેસ્ટનમાં બંને ઇનિંગ્સમાં સદી ફટકારી તો એવું લાગ્યું જાણે હું ટીકાકારોને કહી રહ્યો છું, કે હું અહીં જ છું. મારી બેટિંગમાં પણ પહેલાં જેવી ધાર છે. જે કંઇ પણ ઘટી રહ્યું હતું, ત્યાર બાદ તે એક સારી લાગણી અનુભવાઇ રહી હતી.
2019 એશિઝ સીરીઝ સ્મિથના કરિયરમાં એક મોટો પડકાર હતી. જેમાં તેમણે એજબેસ્ટનમાં ઓપનિંગ મેચમાં 144 અને 142 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી તેમણે 110.57ની જોરદાર એવરેજ સાથે 774 રન બનાવ્યા હતા.
સ્મિથે કોલમમાં આગળ જણાવે છે કે, તે આગામી એશિઝ માટે પેટ કમિન્સના ડેપ્યુટી બનવા માટે ખરેખર ખુશ છે. જોકે, તેણે કહ્યું કે ટીમનું નેતૃત્વ કરવા માટે સત્તાવાર રીતે કેપ્ટન હોવું જરૂરી નથી. સ્મિથે આ કોલમમાં કહ્યું હતું કે હવે તેની રમતનો હેતુ માત્ર ટીકાકારોને ખોટા સાબિત કરવા માટે નથી, પરંતુ તેના યુવા સાથી ખેલાડીઓને મદદ કરવાની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર