Home /News /sport /

Aus vs Eng Ashes: જૉસ બટલરનો જોશ ન રોકી શક્યો ઈન્ગલેન્ડની કારમી હાર, જાણો એશિઝની બીજી ટેસ્ટનું પરિણામ

Aus vs Eng Ashes: જૉસ બટલરનો જોશ ન રોકી શક્યો ઈન્ગલેન્ડની કારમી હાર, જાણો એશિઝની બીજી ટેસ્ટનું પરિણામ

aus vs Eng : જોશ બટલરની લડાયકત 207 બોલની ઈનિંગ છતા દિવસ બચાવી ન શક્યો

Ashes Aus vs Eng Second Test : એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો ભવ્ય વિજય, જાણો મેચનું પરિણામ

    Aus vs Eng Ashes Second Test: ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા ઈન્ગલેન્ડ વચ્ચેની બીજી એશિઝ ટેસ્ટ સીરિઝની મેચમાં ઈન્ગલેન્ડની કારમી હાર થઈ છે. (Ashes Series Result). બીદી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 275 રનના માતબર લક્ષ્યથી ટીમની જીત મેળવી અને સીરિઝમાં 2-0ની લીડ લીધી છે.એડિલેડમાં યોજાયેલી ડે નાઇટ ટેસ્ટમાં જૉસ બટટલની લડાયક ઈનિંગનો જોશ પણ ઈન્ગલેન્ડને (Aus vs Eng Ashes Second Test Result) કારમી હારથી બચાવી શકયો નહોતો. ઓસ્ટ્રેલિયાના પેસ એટેક સામે ઈન્ગલેન્ડની આખી ટીમ 192 રનમાં સમેટાઈ ગઈ હીત.

    આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 473 રનની ઈનિંગ રમી હતી. આના જવાબમાં ઈન્ગલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 236 રનમાં સંકેલાઈ ગઈ હીત. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 230 રને દાવ ડિક્લેર કર્યો હતો. આના જવાબમાં ઈન્ગલેન્ડે જીત માટે 468 રન કરવાના હતા.

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન, T20માં છે આ ખેલાડીઓની ધાક

    468 રનના માતબર લક્ષ્યનો પીછો કરતા ઈન્ગલેન્ડ શરૂઆતમાં 82 રને 4 વિકેટે ગુમાવી દીધી હતી. ત્યારબાદ 5મા દિવે ઈન્ગલીશ બેટ્સમેને ડ્રિંક્સ બ્રેક્સ સુધીમાં 105 રને 6 વિકેટ ગુમાવી દીધી હતી.

    બટલનનો જોશ કામ ન લાગ્યો

    ઈન્ગલીશ ઓલરાઉન્ડર જોસ બટલરે ટીમ માટે લડાયકત ઈનિંગ રમી હતી પરંતુ તેનો જોશ કામે લા્યો નહોતો. જોસ બટલરે 207 બોલ રમ્યા હતા. આ દરમિયાન તેમે માત્ર 26 રન બનાવ્યા હતા. છતાં તેની લડાયક ઈનિંગ નિષ્ફળ ગઈ હતી.

    આ પણ વાંચો : India Vs South Africa: પહેલી ટેસ્ટ પહેલાં પીચે વધારી ટીમ ઈન્ડિયાની ચિંતા , રાહુલ દ્રવિડે આપ્યો જીતનો મંત્ર- Video

    ઓસી બોલરોનો તરખાટ

    બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના બોલરોનો તરખાટ જોવા મળ્યો હતો ઓસ્ટ્રેલિયાના બોલરો પૈકી ઝાય રિચર્ડરર્સને 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત નાથન લાયન અને મિચેલ સ્ટાર્કે 2-2 વિકેટ ઝડપી હતી. પહેલી ઈનિંગમાં શાનદાર સદી મારનાર માર્નસ લબુશેન પ્લેયર ઓફ ધી ટુર્મનામેન્ટ રહ્યા હતા. ત્રીજી ટેસ્ટ હવે ક્રિસમસના બીજા દિવસ 26મી ડિસેમ્બરથી રમાશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Ashes Test Series, AUS VS ENG, Cricket News in Gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन