ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, ઈજાગ્રસ્ત સ્મિથ ત્રીજી ટેસ્ટમાંથી બહાર

News18 Gujarati
Updated: August 20, 2019, 4:26 PM IST
ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, ઈજાગ્રસ્ત સ્મિથ ત્રીજી ટેસ્ટમાંથી બહાર
ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, ઈજાગ્રસ્ત સ્મિથ ત્રીજી ટેસ્ટમાંથી બહાર

બીજી ટેસ્ટ મેચ દરમિયાન બેટિંગ કરી રહેલા સ્મિથને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો બાઉન્સર બોલ ગળામાં વાગ્યો હતો

  • Share this:
એશિઝ શ્રેણી 2019ની ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે. આ શ્રેણીમાં સૌથી સફળ બેટ્સમેન અને ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ ગળામાં ઇજાના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ત્રીજી ટેસ્ટ 22 ઓગસ્ટથી લીડ્સમાં રમાશે. લોર્ડ્સમાં રમાચેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન બેટિંગ કરી રહેલા સ્મિથને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો બાઉન્સર બોલ ગળામાં વાગ્યો હતો. જે પછી તે મેદાનમાં જ પડી ગયો હતો. ત્રીજી ટેસ્ટમાં બહાર થવાની જાણકારી કોચ જસ્ટિન લેંગરે આપી હતી.

પ્રથમ ઇનિંગ્સમાં 92 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમનાર સ્ટિવ સ્મિથ બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવા માટે ઉતર્યો ન હતો. તેના સ્થાને સબ્સીટ્યૂટ ખેલાડીના રુપમાં બેટિંગ કરવા આવેલા માર્નસ લાબુશેને અડધી સદી ફટકારી ટીમને પરાજયથી બચાવી હતી. ઓસ્ટ્રેલિયાને બર્મિઘમના એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં જીત અપાવવામાં સ્મિથની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. સ્મિથે પ્રથમ ઇનિંગ્સમાં 142 અને બીજી ઇનિંગ્સમાં 144 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બનવાની રેસમાં આ દિગ્ગજ થયો સામેલ

શનિવારે બીજા સત્રમાં આર્ચરના બોલ પર ઇજાગ્રસ્ત થતા સ્મિથે ક્રીઝ છોડવી પડી હતી. આર્ચરનો 92.3 મીલ પ્રતિ કલાકની ઝડપથી આવેલ બોલ સ્મિથના ગાળા અને માથાના વચ્ચેના ભાગમાં વાગ્યો હતો.
First published: August 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading