ટેસ્ટ ક્રિકેટમાં પરિવર્તન, ખેલાડીઓના ટી શર્ટ પર જોવા મળશે નામ અને નંબર

ઇંગ્લેન્ડે ક્રિકેટે તેની પૃષ્ટી કરી દીધી છે અને પોતાના આધિકારીક ટ્વિટર હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરી

News18 Gujarati
Updated: July 23, 2019, 3:40 PM IST
ટેસ્ટ ક્રિકેટમાં પરિવર્તન, ખેલાડીઓના ટી શર્ટ પર જોવા મળશે નામ અને નંબર
ટેસ્ટ ક્રિકેટમાં પરિવર્તન, ખેલાડીઓના ટી શર્ટ પર જોવા મળશે નામ અને નંબર
News18 Gujarati
Updated: July 23, 2019, 3:40 PM IST
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પ્રતિષ્ઠિત એશિઝ શ્રેણીથી ટેસ્ટ ક્રિકેટમાં મોટો ફેરફાર થવાની તૈયારી કરવામાં આવી રહી છે. એએનઆઈ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ શ્રેણીમાં ખેલાડીઓની સફેદ જર્સી ઉપર નામ અને નંબર પર લખ્યા હશે. ઇંગ્લેન્ડે ક્રિકેટે તેની પૃષ્ટી કરી દીધી છે અને પોતાના આધિકારીક ટ્વિટર હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરી છે.

વન-ડે અને ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં ઘણા સમયથી ખેલાડીઓના શર્ટ ઉપર નામ અને નંબર લખેલા હોય છે પણ ટેસ્ટમાં જૂની રીતને જ ચલાવવામાં આવી રહી છે. જોકે હવે તેમાં પણ ફેરફાર કરાયો છે. ઇંગ્લેન્ડના ક્રિકેટના ટ્વિટર એકાઉન્ટથી જો રુટની એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેના ટી શર્ટ પાછળ તેનું નામ અને નંબર 66 લખ્યું છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે ઓસ્ટ્રેલિયાના ખેલાડી નામ અને નંબર વાળી જર્સી પહેરશે કે નહીં.

આ પણ વાંચો - Viral Video: ધોનીએ આર્મી યૂનિફોર્મમાં કર્યુ સેલ્યૂટ, બોલ્યો જય હિન્દ


Loading...આ પહેલા રિપોર્ટ આવ્યો હતો કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી એશિઝ શ્રેણીથી ક્રિકેટનું મોર્ડન રુપ જોવા મળશે. વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ આગામી એક ઓગસ્ટથી ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણી રમશે.
First published: July 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...