ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં બની અનોખી ઘટના, બેલ્સ વગર રમાઇ મેચ

બેલ્સ વગર મેચ રમાડવાનો નિર્ણય નિયમોના આધારે લેવામાં આવ્યો

News18 Gujarati
Updated: September 5, 2019, 4:32 PM IST
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં બની અનોખી ઘટના, બેલ્સ વગર રમાઇ મેચ
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં બની અનોખી ઘટના, બેલ્સ વગર રમાઇ મેચ
News18 Gujarati
Updated: September 5, 2019, 4:32 PM IST
ક્રિકેટની મેચ હોય અને વિકેટ પર બેલ્સ ના હોય તેવો કોઈએ વિચાર કર્યો છે. જોકે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (England vs Australia) વચ્ચે માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ચોથી એશિઝ (Ashes) ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આવી ઘટના જોવા મળી હતી. જ્યારે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયા બેટિંગ કરવા ઉતર્યું તો તેમણે બેલ્સ વગર જ બેટિંગ કરવી પડી હતી. આવી ક્ષણ બોલરો માટે થોડી ચિંતાનો વિષય હતો.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં 32મી ઓવરમાં ઘણો તેજ પવન શરુ થયો હતો. આ પવનના કારણે પિચ વચ્ચે પ્લાસ્ટિકની થેલીઓ ઉડવા લાગી હતી. બેલ્સ પણ પડી ગયા હતા. જોરદાર પવનના કારણે બેલ્સ વિકેટ ઉપર ટકી રહ્યા ન હતા. જેના કારણે અમ્પાયર કુમાર ધર્મસેના (Kumar Dharmasena) અને મારેસ ઇરાસ્મસે (Marais Erasmus) બેલ્સ વગર મેચને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. જે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં અલગ હતી. જોકે બેલ્સ વગર મેચ રમાડવાના નિર્ણયનો ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટ (Joe Root) અને બોલર સ્ટુઅર્ટ બ્રોડે વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો - 3D ટ્વિટ ઉપર રાયડુને કોઈ અફસોસ નથી, કહ્યું - પસંદગી ના થતા નિરાશ હતો

શું કહે છે નિયમ
બેલ્સ વગર મેચ રમાડવાનો નિર્ણય નિયમોના આધારે લેવામાં આવ્યો હતો. નિયમ 8.5 પ્રમાણે જો જરુર હોય તો અમ્પાયર બેલ્સ વગર મેચ રમાડવાનો નિર્ણય કરી શકે છે. નિયમ પ્રમાણે અમ્પાયર પરિસ્થિતિ સામાન્ય થતા પર ફરીથી બેલ્સના ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. બેલ્સ હટાવ્યા પછી બેટ્સમેન રન આઉટ થાય કે સ્ટમ્પ આઉટ થાય તો અમ્પાયર વિચાર કરીને નિર્ણય કરે છે.

સ્ટમ્પ ઉપર બેલ્સ વગર આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હોય તેવો પ્રથમ બનાવ નથી. આ પહેલા 2017માં ભારે પવનના કારણે વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ બેલ્સ વગર રમાઈ હતી.
Loading...

ખરાબ મોસમના કારણે પ્રથમ દિવસે ફક્ત 44 ઓવરની રમત શક્ય બની હતી. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે 170 રન બનાવ્યા હતા.
First published: September 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...