Ashes : 4 વર્ષ સુધી લોકોનો કચરો ઉપાડી પૈસા કમાયો, ઇંગ્લેન્ડમાં લાઇવ ટેસ્ટ જોવાનું સપનું પુરૂં કર્યુ

ઑસ્ટ્રેલિયાનો (Australia) 12 વર્ષનો મેક્સ વેટ (Max Waight)ઇંગ્લેન્ડમાં (England) યોજાઈ રહેલી ટેસ્ટ (Ashes Series) મેચ જોવા માટે આવી પહોંચ્યો છે. તેણે 1500 ડૉલર કમાઈને આ સ્વપ્ન પુરૂ કર્યુ છે.

News18 Gujarati
Updated: September 6, 2019, 4:49 PM IST
Ashes : 4 વર્ષ સુધી લોકોનો કચરો ઉપાડી પૈસા કમાયો, ઇંગ્લેન્ડમાં લાઇવ ટેસ્ટ જોવાનું સપનું પુરૂં કર્યુ
12 વર્મેષના ક્રિકેટ ચાહક વેટને તેના પ્રિય બૉલર પેટ કમીન્સે સાઇન કરેલી જર્સી આપી હતી.
News18 Gujarati
Updated: September 6, 2019, 4:49 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ભારતની જેમ વિશ્વના અન્ય દેશોમાં પણ ક્રિકેટના હજારો દિવાનાઓ છે. ક્રિકેટના ચાહકો પોતાની પ્રિય રમત માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જોકે, ક્રિકેટના આ ચાહક જેવી દિવાનગી ભાગ્યે જ જોવા મળી શકે. ઑસ્ટ્રેલિયાના (Australia) 12 વર્ષના મેક્સ વેટ (Max Waight)એ ઇંગ્લેન્ડના (England) સ્ટેડિયમમાં બેસી લાઇવ ટેસ્ટ મેચ જોવા માટે 4 વર્ષ સુધી કામ કર્યુ. આ કામ સાધારાણ કામ નહોતું. ઑસ્ટ્રેયિલાના વિક્ટોરિયાના મેક્સ વેટે એક ડૉલર વસૂલી અને લોકોના ઘરનો કચરો ઉપાડ્યો. આ કામ તે સતત 4 વર્ષ સુધી કરતો ગયો. અભ્યાસની સાથે રજાની પળોમાં તેણે કચરો વીણી અને 4 વર્ષના અંતે 1500 ડૉલરની કમાણી કરી.

મેક્સ વેટ (Max Waight) સ્વખર્ચે ઑસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની England vs Australia) એશિસ ટેસ્ટ સીરિઝ (Ashes Series) જોવા માટે આવ્યો છે. વર્ષ 2015માં ઑસ્ટ્રેલિયાને વર્લ્ડકપમાં રમતી જોઈ ત્યારે મેક્સ વેટે નક્કી કર્યુ હતું કે એશિસ જોવા માટે ઇંગ્લેન્ડ જશે.

આ પણ વાંચો : Chandrayaan 2: ચંદ્ર પર 'લૅન્ડર વિક્રમ' અને 'રોવર પ્રજ્ઞાન'ની શું કામગીરી રહેશે?

મેક્સ વેટ ઇંગ્લેન્ડના ઑલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી મેચ જોવા માટે આવી પહોંચ્યો હતો. ઇંગ્લેન્ડની મીડિયામાં મેક્સ વેટની વાહવાહી પણ થઈ રહી છે. આ મેચ દરમિયાન ઑસ્ટ્રેલિયાના અનેક ખેલાડીઓ તેને મળ્યા. મેક્સ વેટે જણાવ્યું હતું કે 'મારૂ સ્વપ્ન પુરૂ થયું. મને ક્રિકેટ જોવાનું અને રમવાનું ગમે છે. પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ અને ફાસ્ટ બૉલર પેટ કમીન્સ મારા પ્રિય ખેલાડીઓ છે. ”



મેક્સ વેટને તેની દિવાનગીનું ઇનામ પણ મળી ગયું છે. ઑસ્ટ્રેલિયાના કૉચ જસ્ટીન લેન્ગરે તેને ટીમ બસમાં બપેસાડી અને મેદાન સુધીની યાત્રા કરાવી. 12 વર્ષના આ નાનકડા બાળકે વિશ્વના અનેક ક્રિકેટ ચાહકોને પ્રેરણા આપી છે.
First published: September 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...