અરજનને મળી શકે છે ટીમ ઈન્ડિયામાં સ્થાન, 46 વર્ષ બાદ કોઇ પારસી ક્રિકેટર પહેરશે બ્લૂ જર્સી

અરજનને મળી શકે છે ટીમ ઈન્ડિયામાં સ્થાન, 46 વર્ષ બાદ કોઇ પારસી ક્રિકેટર પહેરશે બ્લૂ જર્સી

 • Share this:
  નવી દિલ્લી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ઈંગ્લેન્ડના સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે બીસીસીઆઇએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં સ્ટેન્ડબાય તરીકે યુવા બોલર અરજન નગવસવાલાને સ્થાન આપવામાં આવ્યું છે. તે ટીમ સાથે જૂન મહિનાના પહેલા સપ્તાહમાં ઈંગ્લેન્ડ જવા રવાના થશે. અરજને માટે આ એક મોટો ચાન્સ હોઇ શકે છે. તેણે આશા રાખી રહ્યો છે કે તેને ટીમમાં સ્થાન મળે અને પોતાને સાબિત કરવાનો મૌકો મળે.

  ગુજરાતના વલસાડમાં રહેતો અરજન પારસી સમૂદાયમાંથી આવે છે. અને જો તેને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં રમવાનો ચાન્સ મળે છે તો કોઈ પારસી સમાજ માંથી કોઇ ક્રિકેટર 46 વર્ષ બાદ બ્લૂ જર્સીમાં જોવા મળશે. આ પહેલા ભારત માટે પારસી સમાજમાંથી રમનારો ખએલાડી ફારુખ એન્જીનિયર હતો. તેણે 1975માં આતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી.  અરજણ અગાઉ પણ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલ હતો, પરંતુ તેને રમવાનો મોકો મળ્યો ન હતો. આનાથી તેને ભારતના દિગ્ગજ બોલર ઝહીર ખાન અને ઓપનર રોહિત શર્મા સાથે ડ્રેસિંગ રૂમમાં જવાની તક મળી. અર્જન ઘરેલું ક્રિકેટમાં ગુજરાત તરફથી રમે છે.

  વિરેન્દ્ર સહેવાગે હાથીનો ક્રિકેટ રમતા વીડિયો શેર કર્યો, હરભજને કહ્યું વાહ, વાહ


  ટીમ ઈન્ડિયા અભિમન્યુ ઇસ્વરાન, પ્રખ્યાત કૃષ્ણા, અવવેશ ખાન અને અરજણ સહિતના ખેલાડીઓની ચાર સ્ટેન્ડ સાથે ઇંગ્લેન્ડ જશે. અરજણ 23 વર્ષનો ડાબોડી હાથનો મધ્યમ ઝડપી બોલર છે, જેણે તાજેતરના સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે ટૂર્નામેન્ટના પહેલા જ દિવસે મહારાષ્ટ્ર સામેની મેચમાં માત્ર 19 રન આપી 6 વિકેટ લીધી હતી, જેણે ગુજરાતને 29 રને જીત અપાવી હતી.

  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ 4 ઓગસ્ટથી રમાશે. બીજો ટેસ્ટ 12 ઓગસ્ટથી શરૂ થશે, ત્રીજી ટેસ્ટ 25 ઓગસ્ટથી, ચોથી ટેસ્ટ 2 સપ્ટેમ્બરથી ઓવલ ગ્રાઉન્ડ પર શરૂ થશે, જ્યારે પાંચમી અને અંતિમ ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં શરૂ થશે.
  Published by:kuldipsinh barot
  First published:May 09, 2021, 23:39 pm

  ટૉપ ન્યૂઝ