IPL 2021: આર્યન ખાને આ ખેલાડી પર લગાવ્યો હતો દાવ, અત્યારે KKRની ટીમમાં મચાવી રહ્યો છે ધમાલ

આઈપીએલ ઓક્શનમાં વેંકટેશ અય્યરનેે આર્યન ખાને 20 લાખમાં ખરીદ્યો હતો.

શાહરૂખ ખાન(shahrukh khan)ની માલિકીની KKR હાલમાં 6 જીત મેળવી 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. અત્યાર સુધીની કેકેઆરના સ્ટાર તરીકે ઉભરી આવનાર ખેલાડી વેંકટેશ અય્યર (Venkatesh Iyer)છે.

  • Share this:
    નવી દિલ્હી: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ આઈપીએલ 2021 (IPL 2021) માં જોરદાર વાપસી કરી છે અને પ્લેઓફ માટે પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે. શાહરૂખ ખાન(shahrukh khan)ની માલિકીની KKR હાલમાં 6 જીત મેળવી 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. અત્યાર સુધીની કેકેઆરના સ્ટાર તરીકે ઉભરી આવનાર ખેલાડી વેંકટેશ અય્યર (Venkatesh Iyer)છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને (aryan khan ) હરાજી દરમિયાન આ ખેલાડી પર દાવ લગાડ્યો હતો અને તેનો આ નિર્ણય અત્યારે સાચો સાબિત થઈ રહ્યો છે.

    આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી હરાજીમાં શાહરૂખ અને જુહી ચાવલાને બદલે તેમના બાળકો હરાજીના ટેબલ પર જોવા મળ્યા હતા. આર્યનની સાથે જુહી ચાવલાની પુત્રી જાન્હવી પણ હરાજીના ટેબલ પર જોવા મળી હતી. આર્યન પણ ખેલાડીઓ વિશે ચર્ચા કરતો જોવા મળ્યો હતો. તેણે ઘણા યુવા ખેલાડીઓને કેકેઆર સાથે જોડ્યા છે, જેઓ હવે લીગમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે.

    અનુભવીની જેમ લગાવી હતી બોલી

    સમગ્ર મેનેજમેન્ટ કોઈ પણ ખેલાડીને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કરે છે. હરાજીના ટેબલ પર આર્યન ઉપરાંત ફ્રેન્ચાઇઝીના સીઇઓ વેન્કી મૈસુર, જય મહેતા અને સહાયક કોચ અભિષેક નાયર પણ હાજર હતો. આર્યન અને જાન્હવી બંને આ દરમિયાન અનુભવીની જેમ બોલી લગાવતા જોવા મળ્યા હતા. આર્યને વેંકટેશ અય્યરને બે વખતના ચેમ્પિયન KKRમાં માત્ર 20 લાખ રૂપિયામાં સામેલ કર્યા હતા અને આજે આ ખેલાડી કરોડો રૂપિયાના ખેલાડીઓની જેમ ધમાલ મચાવી રહ્યો છે. KKRએ હરાજીમાં કુલ 7.55 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

    બીજા ચરણમાં વેંકટેશને મળ્યું ડેબ્યું

    વેંકટેશની વાત કરીએ તો તેને IPL 2021 ના ​​બીજા તબક્કામાં ડેબ્યુ કરવાની તક મળી. તે બેટ અને બોલ બંનેથી ધૂમ મચાવી રહ્યો છે. RCB સામે 41 રન, મુંબઈ ઈન્ડિયન્સ સામે 53 રન, પંજાબ કિંગ્સ સામે 67 રન.

    તેણે દિલ્હી સામે બે અને પંજાબ સામે એક વિકેટ લીધી હતી. આર્યન અને કેકેઆર આ 26 વર્ષના ખેલાડીની ક્ષમતા જોઈ ચૂક્યા હતા. હવે દરેક ફ્રેન્ચાઇઝીની નજર અય્યર પર ટકેલી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે તો ત્યાં સુધી કહ્યું છે કે, આગામી સીઝનની મેગા હરાજીમાં આ ખેલાડીને લગભગ 14 કરોડ રૂપિયાની બોલી લાગી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published: