જમ્મુ કાશ્મીરની અડધી ટીમ ‘ગુમ’, કેપ્ટન પરવેઝ રસૂલ પણ ગાયબ

News18 Gujarati
Updated: August 19, 2019, 3:43 PM IST
જમ્મુ કાશ્મીરની અડધી ટીમ ‘ગુમ’, કેપ્ટન પરવેઝ રસૂલ પણ ગાયબ
જમ્મુ કાશ્મીરની અડધી ટીમ ‘ગુમ’, કેપ્ટન પરવેઝ રસૂલ પણ ગાયબ

જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન પોતાના ખેલાડીઓ સાથે સંપર્કમાં નથી

  • Share this:
જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (JKCA)પોતાની ટીમને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાનાર વિજી ટ્રોફીમાં મોકલશે નહીં, કારણ કે તેમને રાજ્યપાલ સત્યપાલ મલિક પાસેથી ખેલાડીઓની સુરક્ષાનો ભરોસો મળ્યો નથી. ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલા પ્રમાણે આર્ટિકલ 370 હટ્યા પછી જમ્મુ કાશ્મીરના ઘણા ખેલાડીઓ સાથે સંપર્ક થઈ શકતો નથી. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન પોતાના ખેલાડીઓ સાથે સંપર્કમાં નથી. જેમાં કેપ્ટન પરવેઝ રસૂલ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા પછી કલમ 144 લાગેલી છે અને સુરક્ષાના કારણે ઘણા સમયથી રાજ્યમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પણ બંધ રાખવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરના ખેલાડીઓ સાથે કોઈ સંપર્ક નથી
JKCAના સીઇઓ સાહ બુખારીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમે ભાગ્યે જ વિજી ટ્રોફીમાં ભાગ લઈશું. હાલતમાં સુધારો થયો છે પણ અમારા ખેલાડીઓ સાથે કોઈ સંપર્ક નથી. અમારી પાસે ખેલાડીઓના મોબાઇલ નંબર છે પણ તેમણે પોતાના લેન્ડલાઇન નંબર અમને આપ્યા નથી. આજના જમાનામાં લોકો લેન્ડલાઇનનો ઉપયોગ કરતા નથી. અમે કેટલાક ખેલાડીઓ સાથે વાત કરી છે પણ જે ખેલાડી ઘાટીમાં છે અમે તેમનો સંપર્ક કરી શક્યા નથી કારણ કે તેમના મોબાઈલ ફોન કામ કરી રહ્યા નથી. અમને એ પણ ખબર નથી કે પરવેઝ રસૂલ ક્યાં છે?

આ પણ વાંચો - હાર્દિક પંડ્યાએ ધોની-કોહલી કરતા મોંઘી કાર ખરીદી, જાણો કિંમત

જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન પોતાના ખેલાડીઓ સાથે સંપર્કમાં નથી. જેમાં કેપ્ટન પરવેઝ રસૂલ પણ સામેલ છે


વિજી ટ્રોફીમાં ભાગ લેશે ઘણી ટીમોવિજી ટ્રોફીમાં ઘણા રાજ્ય એસોસિયેશનની ટીમો ભાગ લેશે. આ ટ્રોફીનું આયોજન નવા ખેલાડીઓની શોધ અને મેચ પ્રેક્ટિસ માટે આંધ્ર ક્રિકેટ એસોસિયેશન કરે છે. આંધ્ર ક્રિકેટ એસોસિયેશને જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનની એન્ટ્રીની 17 ઓગસ્ટ સુધી રાહ જોઈ હતી પણ રાજ્યની એસોસિયેશન પોતાના ખેલાડીઓ સાથે સંપર્ક કરી શકી નથી.
First published: August 19, 2019, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading