નવી દિલ્હી : એક દિવસ પહેલા જ્યારે ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માટે ભારતીય ટીમની (India squad T20 World Cup 2022) જાહેરાત થઇ તો એક એવા ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું જેના વિશે કોઇએ વિચાર કર્યો નહીં હોય. આ નામ છે અર્શદીપ સિંહ (Arshdeep Singh)તેણે 3 મહિના પહેલા જ ભારત માટે ટી-20 ડેબ્યૂ કર્યું હતું અને આટલા ઓછા સમયમાં ટીમ મેનજમેન્ટ અને સિલેક્ટર્સનો વિશ્વાસ જીતતા વર્લ્ડ કપની ટિકિટ મળી છે.
એશિયા કપમાં પણ અર્શદીપ સિંહે સારી બોલિંગ કરી હતી. ખાસ કરીને પાકિસ્તાન અને શ્રીલંકા સામે સુપર-4માં જે રીતે 20મી ઓવર ફેંકી તેનાથી ડેથ ઓવરના બોલર તરીકે કદ વધારે વધ્યું હતું. જોકે પાકિસ્તાન સામે તેના હાથેથી કેચ છૂટી ગયો હતો. જે ભારતના પરાજયનું કારણ બન્યો હતો. આ કેચને લઇને અર્શદીપ પણ થોડો ટેન્શનમાં હતો. તેના કોચ જસવંત રાયે આ ખુલાસો કર્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં અર્શદીપ સિંહના કોચ જસવંત રાયે જણાવ્યું કે પાકિસ્તાન સામે સુપર-4ની મેચમાં કેચ છોડ્યા પછી અંતિમ ઓવરમાં સારી બોલિંગ છતા 7 રન બચાવવામાં નિષ્ફળ રહેતા અર્શદીપ આખી રાત ઉંઘી શક્યો ન હતો. કોચ જસવંત રાયે કહ્યું કે કોઇપણ ખેલાડીની જેમ અર્શદીપ પણ થોડો તણાવમાં હતો. અમે તેને કહ્યું કે તેણે પૂરો પ્રયત્ન કર્યો છે અને હવે ચિંતા કરવાની જરૂર નથી. પાકિસ્તાન સામેની મેચ પછી મારી તેની સાથે વાત થઇ હતી તેણે મને કહ્યું હતું કે રાતભર ઉંઘી શક્યો ન હતો. અર્શદીપે મને કહ્યું હતું કે મને ટ્રોલર્સની ચિંતા નથી પણ એ વિચારી રહ્યો હતો કે મારો યોર્કર ફુલટોસ જતો રહ્યો. ટી-20 વર્લ્ડ કપ કોઇપણ ખેલાડી માટે મોટો મંચ છે.
કોચ જસવંત રાયે કહ્યું કે અર્શદીપનું આગામી મિશન ટી-20 વર્લ્ડ કપ છે. અર્શદીપના યોર્કર સટીક છે. અમારો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાની પિચ પ્રમાણે લેન્થ બોલ પર કામ કરવાનું છે. ત્યાની વિકેટ પર લેન્થનું મહત્વ વધારે હોય છે. ઓસ્ટ્રેલિયાના મેદાન મોટા છે. આવામાં એક બોલર હોવાના નાતે તેની પાસે સ્લોઅર બાઉન્ડ્રી અને બાઉન્સર દ્વારા ફાયદો ઉઠાવવાની તક રહેશે. યૂએઈ અને આઈપીએલ જેવી ટૂર્નામેન્ટમાં બાઉન્ડ્રી નાની હતી ત્યાં ઘણી વખત આ ટ્રિક કામ કરતી નથી. જો ઓસ્ટ્રેલિયામાં વિકેટ ધીમી મળે તો અર્શદીપે પોતાની ગતિમાં પરિવર્તન કરવું જોઈએ. બોલ પિચ પર રોકાઇને આવે તો યોર્કર અને લેન્થ બોલનો ઉપયોગ પર ભાર આપવો જોઈએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર