નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમની અંડર-19 ટીમનો શ્રીલંકાનો પ્રવાર મંગળવાર (17 જુલાઈ)થી શરૂ થઈ ગયો છે. ચાર દિવસી મુકાબલાની શરૂઆત થઈ ચૂકી છે અને આ મેચથી પહેલા જ મહાન ક્રિકેટર સચિન તેંડૂલકરનો પુત્ર અર્જુન તેંડૂલકર સમાચારોમાં છવાઈ ગયો છે. ટીમમાં સિલેક્ટ થયા પછી અર્જુન ચર્ચમાં છે અને હવે મેચ શરૂ થયા પછી એકવાર ફરીથી ટોપ ટ્રેન્ડમાં સામેલ થઈ ગયો છે. કારણ છે અર્જુન તેંડૂલકરે પોતાની ઈન્ટરનેશનલ કારકિર્દીની પ્રથમ વિકેટ મેળવી લીધી છે. જણાવી દઈએ કે, અર્જુનને ઓલરાઉન્ડરના રૂપમાં અંડર-19 ટીમમાં એન્ટ્રી આપી છે. અર્જુન એક શાનદાર બોલર હોવાની સાથે-સાથે એક સારો બેટ્સમેન પણ છે.
કોલંબોએ નોન ડે સ્ક્રિપ્ટ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચની શરૂઆતમાં જ અર્જુન તેંડૂલકરે પોતાનો દમ બતાવવાની શરૂઆત કરી દીધી છે. આ મેચમાં અર્જુને ભારતીય ટીમને શરૂઆતમાં જ સફળતા અપાવી દીધી છે. અંડર-19 ટીમના કેપ્ટન અને વિકેટકિપર અનુજ રાવતે મેચની પ્રથમ ઓવર અર્જુન તેંડૂલકર પાસે નંખાવી હતી. જ્યારે બીજી ઓવર આકાશ પાંડેએ નાંખી હતી. શ્રીલંકા અંડર-19 ટીમના કેપ્ટન નિપુણ ધનંજયએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
12માં બોલે અર્જુનને મળી સફળતા
મેચની ત્રીજી અને પોતાની બીજી ઓવરની અંતિમ બોલ પર અર્જુન તેંડૂલકરને આ વિકેટ મળી હતી. શ્રીલંકાના કામિલ મિસારા અર્જુનનો શિકાર બન્યો. કામિલ મિસારા, અર્જુની શાનદાર બોલને સમજી શક્યો નહી અને ચકમો ખાઈ ગયો. અર્જુનની બોલ બેટ્સમેનના પેડના અંદરના ભાગે લાગી અને તેને એલબીડબ્લ્યૂ આપવામાં આવ્યો.
કામિલ મિસારા 09 રન બનાવીને આઉટ
મિસારાએ 11 બોલમાં 09 રન બનાવ્યા, જેમાં 2 ફોર સામેલ હતા. મિસારા એક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે, જેને 15 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. મિસારાએ 3 ઓવરમાં વિકેટકિપર મદુષ્કા ફર્નાન્ડો સાથે મળીને 20 રન જોડ્યા અને પેવેલિયન ફર્યો. અર્જુન તેંડૂલકરે અત્યાર સુધી 2 ઓવરમાં 13 રન આપીને એક વિકેટ પોતાના ખાતામાં નોંધાવી લીધા છે.
અર્જુન તેંડૂલકની આ પ્રથમ સફળતા પર તેને સોશિયલ મીડિયા પર ખુબ જ શુભેચ્છાઓ મળી રહી છે. અર્જુનની સાથે-સાથે ફેન્સ સચિન તેંડૂલકરને પણ શુભેચ્છા આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર અર્જુનની સરખામણી વસીમ અકરમ સાથે કરવામાં આવી રહી છે.
Congratulations @sachin_rt Sir #ArjunTendulkar got 1st wicket for U19 debut its big big moment for Father and #Tendulkar family Congratulations 🙏