Home /News /sport /

કોહલીને પ્રપોઝ કરનારી ઇંગ્લેન્ડની ક્રિકેટર સાથે લંચ ડેટ પર અર્જુન તેંડુલકર, ફરી રહ્યો છે લંડનમાં

કોહલીને પ્રપોઝ કરનારી ઇંગ્લેન્ડની ક્રિકેટર સાથે લંચ ડેટ પર અર્જુન તેંડુલકર, ફરી રહ્યો છે લંડનમાં

અર્જુન મિત્ર ડેનિયલ સાથે લંડનમાં ફરી રહ્યો છે

Arjun Tendulkar News : અર્જુન તેંડુલકર મિત્ર સાથે લંડનમાં ફરી રહ્યો છે અને લંચ ડેટ માટે પણ ગયો હતો

    મુંબઈ : ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને 2014માં અડધી રાત્રે ટ્વિટર પર એક પછી એક ઘણા ટ્વિટ કરીને પ્રપોઝ કરનારી ડેનિયલ વેટે (danielle wyatt)તહલકો મચાવી દીધો હતો. હવે ડેનિયલ વેટ ઇંગ્લેન્ડની મહિલા ટીમની સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ છે. તે સચિન તેંડુલકરના (Sachin Tendulkar)પુત્ર અર્જુન તેંડુલકરની (Arjun Tendulkar)સારી ફ્રેન્ડ પણ છે. અર્જુન મિત્ર ડેનિયલ સાથે લંડનમાં ફરી રહ્યો છે અને લંચ ડેટ માટે પણ ગયા હતા.

    સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય ડેનિયલ વેટે અર્જુનની એક રેસ્ટોરન્ટમાં લંચ કરતા સમયની તસવીરને ઇંસ્ટાગ્રામ પર સ્ટેટસ લગાવી છે. આ તસવીર હવે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં અર્જુન લંચ કરતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વેટ અર્જુનની મોટી પ્રશંસક છે. તે ઘણી વખત સચિનના પુત્રની બોલિંગની પ્રશંસા કરી ચુકી છે. તેણે 2020માં કહ્યું હતું કે દિવસને દિવસે અર્જુનની બોલિંગ રમવી મુશ્કેલ થઇ રહી છે.

    સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય ડેનિયલ વેટે અર્જુનની એક રેસ્ટોરન્ટમાં લંચ કરતા સમયની તસવીરને ઇંસ્ટાગ્રામ પર સ્ટેટસ લગાવી છે


    તેણે અર્જુન વિશે કહ્યું હતું કે સચિન અને તેમનો પરિવાર જ્યારે પણ ઇંગ્લેન્ડ આવે છે અને અર્જુન લોર્ડ્સ પર પ્રેક્ટિસ માટે આવે છે તો હું તેને નેટમાં બોલિંગ કરવા માટે કહું છું. જોકે હવે તેની સ્પીડ ઘણી વધી ગઇ છે. તે હંમેશા કહે છે કે હું તમને બાઉન્સર ફેકીશ અને તમારા માથા પર મારીશ. તો હવે નથી ઇચ્છતી કે તે મને બોલિંગ કરે. હવે તેનો સામનો ખતરનાક થઇ રહ્યો છે.

    આ પણ વાંચો - કોણ છે રોહિત શર્માની એક્સ ગર્લફ્રેન્ડ સોફિયા હયાત? હિટમેન સાથે રિલેશનશિપને લઇને પ્રશંસકોને કરી આવી અપીલ

    તમને જણાવી દઈએ કે અર્જુન તેંડુલકર અને ડેનિયલ સારા મિત્રો છે. સચિનનો પરિવાર ગરમીમાં દર વર્ષે લગભગ બે મહિના માટે ઇંગ્લેન્ડમાં રજાઓ પસાર કરવા માટે જાય છે. ત્યારે ડેનિયલ અર્જુન સામે નેટ્સમાં બેટિંગ કરવાનું પસંદ કરે છે.

    અર્જુન છેલ્લી બે સિઝનથી આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ રહ્યો છે. જોકે તે હજુ પોતાની ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. માનવામાં આવે છે કે આઇપીએલની આગામી સિઝન અર્જુન માટે ખાસ બની રહેશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Arjun tendulkar, Cricket New in Gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन