સચિન તેંડુલકરના પુત્ર અર્જુને હાલમાં જ ઇન્ડિયાની અંડર-19 ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. શ્રીલંકામાં તેણે 4 દિવસીય મેચમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. અર્જુન તેંડુલકરની ઝડપે બધા પ્રશંસકો અને એક્સપર્ટોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. જોકે હવે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અર્જુન તેંડુલકરે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે ઇંગ્લેન્ડની ઓપનર ડેનિયલ વેટ સાથે જોવા મળે છે.
અર્જુન તેંડુલકર લંડનની એક રેસ્ટોરન્ટમાં છે. જ્યાં તે ડેનિયલ સાથે લંચ કરી રહ્યો છે. ડેનિયલ અને અર્જુન સારા મિત્ર છે. અર્જુન હાલ લંડનમાં વેકેશન માણી રહ્યો છે. જ્યારે ડેનિયલ લંડનમાં ચાલી રહેલી KIA ટી-20 લીગમાં રમી રહી છે.
ડેનિયલ અને અર્જુન સારા મિત્ર છે
કોણ છે ડેનિયલ વેટ
ડેનિયલ વેટ ઇંગ્લેન્ડની ઓપનર છે. તેની આક્રમક બેટિંગ વિમેન્સ ક્રિકેટમાં ઘણી પ્રખ્યાત છે. ડેનિયલ ટ્વિટર ઉપર વિરાટ કોહલીને પ્રપોઝ કર્યા પછી ભારતમાં ચર્ચામાં આવી હતી. જોકે તેણે વિરાટ કોહલીને મજાકમાં પ્રપોઝ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તે વિરાટ કોહલીની જોરદાર પ્રશંસક છે. વિરાટે ડેનિયલને પોતાનું બેટ પણ ભેટમાં આપ્યું હતું.
ખાસ વાત એ છે કે ડેનિયલે વિરાટ કોહલીના બેટથી જ ભારત સામે સદી ફટકારી ઇંગ્લેન્ડની જીત અપાવી હતી. ડેનિયલ રાશિદ ખાનને પણ પસંદ કરે છે. તેણે રાશિદ ખાને કોફી પીવા માટે ઓફરી પણ કરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર