લોર્ડ્સના મેદાનની બહાર સેલ્સમેનનું કામ કરી રહ્યો છે સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર!

હરભજને ટ્વિટર પર એક તસવીર શેર કરી છે જેમાં અર્જુન તેંડુલકર મેદાનની બહાર ડિજિટલ રેડિયો વેચતો જોવા મળે છે

અર્જુન હાલ લંડનમાં છે અને ટીમ ઇન્ડિયાની સાથે નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળે છે

 • Share this:
  લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઇન્ડિયાની હાલત ખરાબ છે. જોકે એક ભારતીય ક્રિકેટર એવો છે જે લોર્ડ્સના મેદાન અને મેદાનની બહાર છવાઈ ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની. અર્જુન હાલ લંડનમાં છે અને ટીમ ઇન્ડિયાની સાથે નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળે છે.

  હરભજન સિંહે હાલમાં જ લોકોને અર્જુનને એક સેલ્મમેનના રૂપમાં બતાવ્યો હતો. હરભજને ટ્વિટર પર એક તસવીર શેર કરી છે જેમાં અર્જુન તેંડુલકર મેદાનની બહાર ડિજિટલ રેડિયો વેચતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થઈ રહી છે.  આ પહેલા પણ અર્જુનની એક તસવીર વાયરલ થઈ હતી. જેમાં તે ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સાથે લંચ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય અર્જુન લોર્ડ્સના મેદાનમાં ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરતો પણ જોવા મળ્યો હતો.

  Published by:Ashish Goyal
  First published: