Home /News /sport /...તો સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન છોડી દેશે મુંબઈ, આ રાજ્યની ટીમ તરફથી રમશે

...તો સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન છોડી દેશે મુંબઈ, આ રાજ્યની ટીમ તરફથી રમશે

મુંબઈની રણજી ટીમે ગત સિઝનમાં અર્જુન તેંડુલકરને પોતાની સાથે જોડ્યો હતો

Arjun Tendulkar - અર્જુન તેંડુલકર આગામી સિઝન પહેલા મુંબઈ છોડવાની તૈયારીમાં છે. આ માટે તેણે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને સૂચિત કરી દીધું છે અને હવે મંજૂરી મળવાની રાહ છે

મુંબઈ : ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના (Sachin Tendulkar)પુત્ર અર્જુન તેંડુલકરે (Arjun Tendulkar)પોતાની ક્રિકેટ કારકિર્દીને લઇને મોટો નિર્ણય કર્યો છે. અર્જુન તેંડુલકર આગામી સિઝન પહેલા મુંબઈ છોડવાની તૈયારીમાં છે. આ માટે તેણે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને સૂચિત કરી દીધું છે અને હવે મંજૂરી મળવાની રાહ છે. અર્જુન તેંડુલકર હવે ગોવા (Goa)તરફથી રમતો જોવા મળી શકે છે. આવું એટલા માટે કારણ કે સતત ટીમનો ભાગ હોવા છતા અર્જુનને મુંબઈ (Mumbai)તરફથી રમવાની તક મળી નથી.

અર્જુને મુંબઈ ક્રિકેટ એસોસિયેશન પાસે એનઓસી માંગી છે જેથી તેની ટ્રાન્સફર કોઇ પરેશાની વગર કરી શકાય. ગોવા ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી વિપુલ ફાડકેએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે અર્જુન તેંડુલકર ગોવા માટે પ્રોફેશનલ ક્રિકેટ રમવા માંગે છે આ માટે તેણે વાતચીત કરી છે.

આ પણ વાંચો - અક્ષર પટેલ ફીયાન્સી સાથે અમેરિકામાં માણી રહ્યો છે વેકેશન, શેર કર્યા રોમેન્ટિક ફોટોસ

વિપુલના મતે એક વખત અર્જુન તેંડુલકરને એમસીએ પાસેથી એનઓસી મળી જાય તો તેનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે અને આ પછી તેની ગોવા ટીમમાં એન્ટ્રી થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે મુંબઈની રણજી ટીમે ગત સિઝનમાં અર્જુન તેંડુલકરને પોતાની સાથે જોડ્યો હતો.

સીનિયર ટીમમાં આવ્યા પછી અર્જુન તેંડુલકરને કોઇ મેચ રમવા મળી નથી. 22 વર્ષનો અર્જુન તેંડુલકર આ પહેલા ભારતની અંડર-19 ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. આઇપીએલમાં અર્જુન મુંબઇ ઇન્ડિન્સ ટીમનો સભ્ય છે. જોકે તે હજુ એકપણ આઈપીએલ મેચ રમ્યો નથી.

આ પણ વાંચો - ભારત-પાકિસ્તાન 15 દિવસમાં 3 વખત ટકરાશે! જાણો કેવી રીતે બનશે શક્ય

અર્જુન તેંડુલકરના થોડા સમય પહેલા ઇંગ્લેન્ડની ક્રિકેટર ડેનિયલ વેટ સાથેના લંચના ફોટો વાયરલ થયા હતા. સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય ડેનિયલ વેટે અર્જુનની એક રેસ્ટોરન્ટમાં લંચ કરતા સમયની તસવીરને ઇંસ્ટાગ્રામ પર સ્ટેટસ લગાવી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી. જેમાં અર્જુન લંચ કરતો જોવા મળી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે વેટ અર્જુનની મોટી પ્રશંસક છે. તે ઘણી વખત સચિનના પુત્રની બોલિંગની પ્રશંસા કરી ચુકી છે. તેણે 2020માં કહ્યું હતું કે દિવસને દિવસે અર્જુનની બોલિંગ રમવી મુશ્કેલ થઇ રહી છે.
First published:

Tags: Arjun tendulkar, ક્રિકેટ, સચિન તેંડુલકર