અર્જૂન તેંડુલકરે દિલ્હી બેટ્સમેનનાં ઉડાવ્યા હોશ

અર્જૂન તેંડુલકરને એક સારો ઓલરાઉન્ડર માનવામાં આવે છે.

અર્જૂને અંડર 19 કુચ બેહાર ટ્રોફી મેચમાં દિલ્હી વિરુદ્ધ પાંચ વિકેટ ઝડપી હતી.

 • Share this:
  પૂર્વ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરનાં દિકરા અર્જૂન તેંડુલકરે બુધવારે દિલ્હીમાં રમાઇ રહેલી અંડર 19 કુચ બેહાર ટ્રોફી મેચમાં દિલ્હી ટીમ વિરુદ્ધ પાંચ વિકેટ ઝડપી હતી. મુંબઈ તરફથી રમી રહેલા અર્જૂન તેંડુલકરે 98 રન આપીને 5 વિકેટ લીધી હતી. અર્જનનાં આ પ્રદર્શનથી દિલ્હીની ટીમે ફિરોઝ શાહ કોટલા મેદાનમાં રમાતી મેચનાં ત્રીજા દિવસે પહેલી ઈનિંગમાં નવ વિકેટ પર 394 રન બનાવ્યા.

  મુંબઈના બેટ્સમેન દિવ્યાંશ(211)એ બેવડી સદીને કારણે પ્રથમ બેટિંગ કરતાં 453 રન બનાવ્યા હતાં. દિલ્હીની ટીમ હજુ પણ તેનાંથી 59 રન પાછળ છે. અર્જૂને વિરોધી કેપ્ટન આયુષ બદોની, વૈભવ કાંડપાલ, વિકેટકીપર ગુલઝાર સિંહ સંધૂ, રિતિક શૌકીન અને પ્રશાંત કુમારને બેક ટુ પેવેલિયન મોકલ્યા હતા.

  મીડિયાની ખબરો પ્રમાણે, સચિન તેંડુલકર પણ બુધવારે દિલ્હીમાં હતા અને તે મુંબઈ-દિલ્હી વચ્ચેની બીજા દિવસની મેચ જોવા આવવાનાં હતાં પણ કોઈ કારણોસર આવી શક્યા નહિં. અર્જૂન તેંડુલકરને એક સારો ઑલરાઉન્ડર માનવામાં આવે છે. તે હાલમાંજ અંડર 19 ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસ પર પણ ગયો હતો પરંતુ ત્યાં તેમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહિ.
  Published by:Bhoomi Koyani
  First published: