દુનિયાના મહાન ખેલાડીઓમાંથી એક સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે પોતાના ક્રિકેટ કારકિર્દીની શરૂઆત પોતાના પિતાના અંદાજમાં કરી છે. અર્જુન તેંડુલકર શ્રીલંકા અંડર-19 ટીમ સામે ચાર દિવસીય મેચમાં શૂન્ય રને આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. અર્જુન તેંડુલકર 11 બોલ રમ્યો હતો પણ એકપણ રન બનાવી શક્યો ન હતો. તે શશિકા દુલશાનની ઓવરમાં આઉટ થયો હતો. તમને જણાવી દઈએ કે 1989માં સચિન તેંડુલકરે જ્યારે પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું તો તે શૂન્ય રને આઉટ થયો હતો.
અર્જુન તેંડુલકર બોલિંગ ઓલરાઉન્ડર છે. અર્જુને પ્રથમ ઇનિંગ્સમાં બોલિંગમાં શ્રીલંકા સામે એક વિકેટ ઝડપી હતી. ભલે અર્જુનને એક વિકેટ મળી હોય પણ તેની ઝડપ અને સ્વિંગથી બધા પ્રભાવિત થયા છે.
Arjun Tendulkar ( son of @sachin_rt) traps the batsman LBW to pick his maiden wicket in Youth Internationals
Video courtesy- Srilanka cricket pic.twitter.com/DBcapjhovA
અથર્વ અને આયુષની સદી અર્જુન તેંડુલકર ભલે શાનદાર પ્રદર્શન ન કરી શક્યો પણ તેના બે સાથીઓએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. ઓપનર અથર્વ તાઇડેએ શાનદાર 113 રન અને મિડલ ઓર્ડર બેટ્સમેન આયુષ બડોનીએ અણનમ 185 રન બનાવ્યા હતા. ઇન્ડિયા અંડર-19 ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 589 રન બનાવ્યા હતા. શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સ 244 રનમાં સમેટાઇ ગઈ હતી. અંતિમ રિપોર્ટ મળ્યા ત્યારે શ્રીલંકાએ બીજી ઇનિંગ્સમાં 3 વિકેટે 161 રન બનાવી લીધા છે. ત્રણેય વિકેટ મોહિત જાંગડાએ ઝડપી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર