જુનિયર તેંડુલકરે ‘વિરાટ બિગ્રેડ’સાથે કરી પ્રેક્ટિસ, કોચ શાસ્ત્રી પાસેથી લીધી ટિપ્સ

News18 Gujarati
Updated: June 26, 2018, 6:23 PM IST
જુનિયર તેંડુલકરે ‘વિરાટ બિગ્રેડ’સાથે કરી પ્રેક્ટિસ, કોચ શાસ્ત્રી પાસેથી લીધી ટિપ્સ
અર્જુન તેંડુલકરે શાસ્ત્રી પાસેથી ટિપ્સ લીધી હતી

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ 18 વર્ષના ડાબોડી ફાસ્ટ બોલર અર્જુનને કેટલીક ટિપ્સ પણ આપી હતી

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડમાં પોતાના પ્રથમ ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો પણ લોકોની નજર ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકરના પુત્ર અર્જુન પર રહી હતી. અર્જુને વિરાટ કોહલીની ટીમ માટે આયોજીત કરેલા નેટ સેશનમાં ભાગ લેતા બોલિંગ કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ 18 વર્ષના ડાબોડી ફાસ્ટ બોલર અર્જુનને કેટલીક ટિપ્સ પણ આપી હતી.

અર્જુનનો જુલાઈમાં શ્રીલંકા પ્રવાસે જનાર ભારતની અંડર-19 ટીમમાં સમાવેશ કરાયો છે. શ્રીલંકામાં રમાનાર બે ચાર દિવસીય મેચ માટે તેની પસંદગી થઈ છે. જોકે તેનો વન-ડે ટીમમાં સમાવેશ કરાયો નથી.

ઉલ્લેખનિય છે કે અર્જુન પહેલા પણ ભારતીય ટીમ સાથે ટ્રેનિંગ કરી ચૂક્યો છે. ટીમ ઇન્ડિયા પહેલા આયરલેન્ડ સામે બે ટી-20 મેચ રમશે. આ પછી ઇંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થશે. જ્યાં ભારત ત્રણ ટી-20  મેચ, ત્રણ વન-ડે અને પાંચ ટેસ્ટ મેચ રમશે.

First published: June 26, 2018, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading