Home /News /sport /

તીરંદાજી વર્લ્ડ કપમાં દીપિકા કુમારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો, ભારતને 3 મેડલ મળ્યા

તીરંદાજી વર્લ્ડ કપમાં દીપિકા કુમારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો, ભારતને 3 મેડલ મળ્યા

તીરંદાજી વર્લ્ડ કપમાં દીપિકા કુમારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

તીરંદાજીના વર્લ્ડ કપ ફાઇનલ્સમાં ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. તેણે લિજા ઉનરુને પછાડી મેડલ મેળવ્યો હતો

    તીરંદાજીના વર્લ્ડ કપ ફાઇનલ્સમાં ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. તેણે લિજા ઉનરુને પછાડી મેડલ મેળવ્યો હતો. બંને તીરંદાજ પાંચ સેટ પુરો થયા પછી 5-5ની બરાબરી પર હતા. જેથી શૂટ ઓફ કરવો પડ્યો હતો. દીપિકા અને લિજાએ 9-9 પોઇન્ટ મેળવ્યા હતા. પણ દીપિકાએ સેન્ટર પાસે નિશાન લગાવ્યું હોવાથી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    દીપિકાએ વર્લ્ડ કપ ફાઇનલ્સમાં પાંચમી વખત પોડિયમ સ્થાન મેળવ્યું હતું. તે પ્રથમ ચાર વખત બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. પાંચમાં સેટમાં ડ્રોથી દિપીકા ત્રીજુ સ્થાન મેળવી શકે તેમ હતી પણ કોચની ગેરહાજરીમાં તે ઝઝુમી રહી હતી અને તેનો શોટ બહાર ચાલ્યો ગયો હતો. દીપિકાએ કહ્યું હતું કે હું પ્રથમ વખત કોચ વગર આટલા મોટા ટૂર્નામેન્ટમાં રમી રહી છું પણ ખુશ છું. જેટલી મુશ્કેલ ટૂર્નામેન્ટ હોય છે તેટલા જ શાનદાર આપણે હોઈએ છીએ.

    ટેન્શનભર્યા શૂટ ઓફ વિશે દીપિકાએ કહ્યું હતું કે મોટા ભાગે હું શૂટ ઓફ હારી જાઉ છું તેથી હું થોડી તણાવમાં આવી ગઈ હતી પણ મેં પોતાની જાતને કહ્યું હતું કે જે પણ પરિણામ હશે તે સ્વિકાર કરીશ. હું પોતાનું સર્વશ્રેષ્ઠ આપીશ. એશિયન ગેમ્સ પહેલા મને ડેંન્ગ્યુ થઈ ગયો હતો જેનાથી હું નબળી પડી ગઈ હતી. પણ એશિયન ગેમ્સ પછી મેં 15 દિવસનો બ્રેક લીધો હતો અને અહીં રમવા આવી હતી. હું બ્રોન્ઝ મેડલથી ખુશ છું.

    ભારતીય તીરંદાજોએ પોતાનું અભિયાન એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સાથે સમાપ્ત કર્યું છે. વર્લ્ડ કપ ફાઇનલમાં અભિષેક વર્માએ શનિવારે પુરુષ કમ્પાઉન્ડ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Bronze, Deepika Kumari, World Cup Finals

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन