Home /News /sport /વિરાટ કોહલીના જન્મદિવસ પર અનુષ્કાની લવ નોટ, શેર કર્યા ખાસ ફોટા

વિરાટ કોહલીના જન્મદિવસ પર અનુષ્કાની લવ નોટ, શેર કર્યા ખાસ ફોટા

વિરાટ કોહલી માટે અનુષ્કાનો પ્રેમભર્યો સંદેશ

Anushkas love note on Virat Kohlis birthday : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)ની આજે એટલે 5 નવેમ્બરે જન્મદિવસ છે. જન્મદિવસ ત્યારે ખાસ થઇ જાય છે, જ્યારે તમારો પ્રેમ તમારે માટે કંઇક સારૂ કહે છે. કિંગ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પોતાના પ્રેમ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો છે.

વધુ જુઓ ...
    Anushkas love note on Virat Kohlis birthday : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)ની આજે એટલે 5 નવેમ્બરે જન્મદિવસ છે. જન્મદિવસ ત્યારે ખાસ થઇ જાય છે, જ્યારે તમારો પ્રેમ તમારે માટે કંઇક સારૂ કહે છે. કિંગ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પોતાના પ્રેમ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો છે. અનુષ્કાએ વિરાટની કેટલીક તસવીરો ઈન્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીર સાથે પ્રેમભર્યો મેસેજ પણ લખ્યો છે.

    વિરાટ કોહલી આજે પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. વિરાટના જન્મદિવસના અવસર પર અનુષ્કાએ ખાસ મેસેજમાં લખ્યું છે કે, આજે તમારો જન્મદિવસ છે મારા પ્રેમ, તો સ્વભાવિક છે કે આ પોસ્ટ માટે તમારા માટે બેસ્ટ એંગલ અને તસવીર પસંદ કરી છે ❤️ હું દરેક રૂપ અને રસ્તામાં તમારાથી પ્રેમ કરૂ છું."

    અનુષ્કા શર્માએ વિરાટ કોહલીની મસ્તીભરી તસવીરો શેર કરી છે, એક તસવીરમાં વિરાટ પોતાની પુત્રી વામિકાને ખોળામાં લઇને બેસેલા જોવા મળી રહ્યાં છે.

    આ પણ વાંચો : વિરાટ કોહલીના નામે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રસ્તાનું નામ, આ ખેલાડીઓને પણ મળ્યુ છે સમ્માન

    જણાવી દઈએ કે પાછલા વર્ષે પણ અનુષ્કાએ દૂબઇમાં વિરાટ સાથે પોઝ આપતા એક તસવીર શેર કરી હતી. તસવીરમાં બંને ભારતીય વેશભૂષામાં એક બીજાને ગળે મળતા નજરે પડી રહ્યાં હતા.

    તસવીર શેર કરતા અનુષ્કાએ લખ્યું,

    આ ચિત્ર અને તમે જે રીતે તમારું જીવન જીવો છો તેના માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી. તમારું જીવન પ્રમાણિકતા અને ચુસ્ત હિંમતથી બનેલું છે. તમારી અંદર જે હિંમત છે તે જીવનની કોઈપણ શંકાને દૂર કરે છે. હું એવા કોઈને જાણતી નથી જે તમારી જેમ અંધારાવાળી જગ્યાએથી બહાર નીકાળી શકે. તમે દરેક રીતે શ્રેષ્ઠ છો, કારણ કે તમે તમારામાં કોઈ પણ વસ્તુને કાયમી માનતા નથી, તમે ખૂબ જ નિર્ભય છો. હું જાણું છું કે આપણે સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે વાત કરવાની નથી, પરંતુ કેટલીકવાર હું બૂમો પાડીને વિશ્વને કહેવા માંગુ છું કે તમે કેટલા અદ્ભુત વ્યક્તિ છો. ભાગ્યશાળી છે જેઓ તમને ખરેખર ઓળખે છે.




    હાલમાં જ વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે તે જ કર્યું જેની તે ત્રણ વર્ષથી રાહ જોઈ રહ્યો હતો. 1021 દિવસ અને 83 ઇનિંગ્સ બાદ તેના બેટથી સદી ફટકારી હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોહલીએ 200ના સ્ટ્રાઈક રેટથી 61 બોલમાં 122 રનની કરિશ્માઈ ઈનિંગ્સ રમીને તેની 71મી ઈન્ટરનેશનલ સદી ફટકારી હતી.

    ત્યારબાદ કોહલીએ જણાવ્યું કે કેવી રીતે અનુષ્કા શર્મા ખરાબ સમયમાં તેને પ્રેરિત કરતી રહી. તેણે એ પણ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ઘણી અર્ધશતક ફટકારવા છતાં તે ફ્લોપ માનવામાં આવતો હતો.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन