Home /News /sport /

અનુષ્કાએ રસ્તા પર છોકરાને લીધો આડા હાથે, વિરાટે શેર કર્યો વીડિયો

અનુષ્કાએ રસ્તા પર છોકરાને લીધો આડા હાથે, વિરાટે શેર કર્યો વીડિયો

    વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણી વખત પોતાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. પરંતુ આ વખતે એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમની જાગૃત્તા નજરે આવી રહી છે. વિરાટ કોહલીએ ટ્વિટર પર અનુષ્કા શર્માનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક છોકરાને તે ખખડાવી રહી છે. અસલમાં અનુષ્કા એક લક્ઝયુરીસ ગાડીમાં જઈ રહેલ છોકરાને રસ્તા વચ્ચે તે માટે ખખડાવે છે કેમ કે, તેને રસ્તા વચ્ચે જ ગાડીમાંથી કચરો ફેકી દીધો હતો.

    તેને તેવું કરતાં જોઈને અનુષ્કાએ રસ્તા પર જ પોતાની કારનો કાચ નીચો કરીને કારવાળા છોકરાને આડેહાથે લઈ લીધો અને કહ્યું કે, તમે સડક પર કચરો કેમ નાંખી રહ્યાં છો. આગળથી ધ્યાન રાખજો, તમે રસ્તા વચ્ચે આવી રીતે કચરો ના ફેકી શકો.


    આ વીડિયોને શેર કરતાં વિરાટ કોહલીએ લખ્યું છે કે, "આ લોકોને સડક પર કચરો નાંખતા જોઈને તેમને સારી રીતે સમજાવ્યા. મોંઘી કારમાં ફરે છે અને તેમનું મગજ ખરાબ છે. શું આવા લોકો આપણા દેશને સાફ રાખી શકે છે? જી હા, તમે પણ આવું કંઈક જુઓ તો આવું જ કરીને જાગૃત્તા ફેલાવો."
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Anushka Sharma, Virat kohali

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन