Home /News /sport /અનુષ્કાનો રોહિત પર વળતો હુમલો! સોશિયલ મીડિયા પર લખી આ વાત

અનુષ્કાનો રોહિત પર વળતો હુમલો! સોશિયલ મીડિયા પર લખી આ વાત

અહેવાલો મુજબ, રોહિત શર્માએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે

અહેવાલો મુજબ, રોહિત શર્માએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે

ક્રિકેટ જગતમાં ચર્ચા ચાલી રહી છે કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માની વચ્ચે બધું ઠીક નથી ચાલી રહ્યું. આ અહેવાલોની વચ્ચે ફરી સાંભળવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માને અનફોલો કરી દીધા છે. આ બધાની વચ્ચે અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ પોસ્ટ કર્યુ, જેને ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્માની વિરુદ્ધ ટાર્ગેટ તરીકે જોવામાં આવી રહ્યું છે.

મૂળે, અનુષ્કાએ પોતના ઇન્સ્ટા સ્ટેટમાં લખ્યું કે, માત્ર સત્ય જ છે જે અસત્યના દેખાડામાં નથી પડતું.


આ પણ વાંચો, છગ્ગા જવા દો...એક ચોગ્ગો પણ ન ફટકારી શક્યો યુવરાજસિંહ, 27 બોલમાં બનાવ્યા ફક્ત 14 રન

રોહિત અને વિરાટની વચ્ચે હાલના દિવસોમાં સંબંધો કેવા ચાલી રહ્યા છે, તે તો તેઓ જ જાણે છે, પરંતુ તેમની વચ્ચે મતભેદના અહેવાલો વર્લ્ડ કપ દરમિયાનથી આવવા લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને વિરાટ કોહલીના બે જૂથમાં વહેંચાઈ ગઈ છે.

શું બે જૂથમાં વહેંચાઈ ગઈ ટીમ ઈન્ડિયા?

ગલ્ફ ન્યૂઝે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ટીમ ઈન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપમાં બે જૂથમાં વહેંચાઇને રમી. પહેલું ગ્રુપ વિરાટ કોહલીનું હતું તો બીજું રોહિત શર્માનું. રોહિત શર્માના જૂથના ખેલાડીઓને વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના નિર્ણય પસંદ નહોતા. અનેક પ્રસંગે રોહિતે કોહલીના નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી. તેના કારણે બંને વચ્ચે અણબનાવ વધતો ગયો.

આ પણ વાંચો, હવે ટીમ ઇન્ડિયાની જર્સી પર હશે આ ભારતીય કંપનીનું નામ

જોકે, શુક્રવારે બીસીસીઆઈના ક્રિકેટ પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે કોહલી-શર્માની વચ્ચે ઝઘડાના અહેવાલોનું ખંડન કર્યુ. તેઓએ આ પ્રકારના અહેવાલો માટે મીડિયાને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે મીડિયાએ આવો માહોલ બનાવ્યો છે. સીઓએની મીટિંગ બાદ આ વિશે પૂછવામાં આવેલા સવાલ પર રાયે કહ્યું, આ પ્રકારની તમામ કહાણી તમે લોકોએ તૈયાર કરી છે.

આ પણ વાંચો, ધોનીનું કાશ્મીરમાં પોસ્ટિંગ, 15 દિવસ સુધી આ ખતરનાક ફોર્સ સાથે લેશે તાલીમ
First published:

Tags: Anushka Sharma, ICC World cup, Instagram, Social media, રોહિત શર્મા, વિરાટ કોહલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો