T20 World cup: અનુષ્કા શર્માએ કોહલી માટે રોમેન્ટીક પોસ્ટ લખી, ચહલે સળી કરતા લખ્યું 'ભાભી જોજો ક્યાંક ભાઈ...'

અનુષ્કા શર્માએ દુબઈની હોટલમાંથી કોહલી માટે રોમેન્ટીક પોસ્ટ લખી

Anushka Sharma Instagram Post: આઈસીસી વર્લ્ડ ટી-20 (T20 Worldcup) દરમિયાન ભારત પાકિસ્તાનનની મેચ (IND VS PAK) પહેલાં કેપ્ટન કોહલીની પત્ની અનુષ્કા શર્મા આવી પહોંચી છે. તેણે ક્વોરન્ટાઇન પીરિયડની તસવીરો પોસ્ટ કરી તો રણવીરસિંઘ, સાનિયા મિર્ઝા સહિનતા સ્ટારે કોમેન્ટ કરી છે. જોકે, ચહલે ખરેખરની સળી કરી

  • Share this:
    આઈસીસી વર્લ્ડ ટી-20 (T20 World cup) દરમિયાન ભારત પાકિસ્તાનનની મેચ (IND VS PAK) પહેલાં કેપ્ટન કોહલીની (Virat Kohli) પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) આવી પહોંચી છે. વિરાટ કોહલી તો આઈપીએલના લીધે અગાઉથી દુબઈમાં જ છે પરંતુ હાલમાં જ દુબઈ આવેલી અનુષ્કા શર્મા ક્વોરન્ટાઇનમાં છે. તેનો અને વિરાટનો રુમ હોટલમાં બાજુ બાજુમાં છે. વિરાટ કોહલી માટે અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામમાં (Anushka Sharma dedicated a romantic Instagram post to Virat Kohli) એક રોમાન્ટીક પોસ્ટ લખી હતી લખ્યું કે ' “આ તસવીરો માટે આ બેમાંથી એક ક્વોટ પસંદ કરી નથી શકતી - Quarantine makes the heart fonder & Love in the time of bubble life' અનુષ્કા શર્માની આ પોસ્ટ પર ઘણા ખેલાડીઓ અને ફિલ્મ સ્ટારે કોમેન્ટ કરી છે. જોકે, સૌથી ખતરનાક કોમેન્ટ જેને સળી પણ કહી શકાય એવી કોમેન્ટ યૂઝવેન્દ્ર ચહલે કરી છે. ચહલે તો સીધું લખી નાખ્યું કે 'ભાભી જોજો ક્યાંક ભાઈ....'

    આ પોસ્ટ પર સળી કરતા યૂઝવેન્દ્ર ચહલે લખ્યું, 'ભાભી જોજો ક્યાંક ભાઈ એક અઠવાડિયાનો ક્વોરન્ટાઇન લંબાવી ન દે.. ' આમ પોતાના કેપ્ટન અને મોટા ભાઈ સમાન વિરાટ કોહલીના પત્નીની ઇન્સ્ટાગ્રામ પર ચહેલે કરેલી કોમેન્ટ પર લોકોની પ્રતિક્રિયા આવી રહી છે.

    ચહલની 'સળી'થી લોકો પણ હસવા લાગ્યા

    યૂઝવેન્દ્ર ચહલની આ જ આ પોસ્ટ પર 50થી વધુ લોકોએ રિપ્લાય આપ્યો છે. દેશી ભાષામાં કહીએ તો ચહલે કરેલી સળી લોકોને ગમી રહી છે અને લોકો ખૂબ સ્માઇલી આપતી કોમેન્ટ કરી રહ્યા છે. આમ ક્રિકેટરો કે ફિલ્મ સ્ટાર સેલિબ્રિટી હોય તો પણ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ સામાન્ય યૂઝરની જેવી જ રહે છે જેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય.

    આ પણ વાંચો : T20 World Cup: આજથી T-20 વર્લ્ડકપની શરૂઆત, બાંગ્લાદેશ ICC રેન્કિંગમાં AUSથી આગળ છતાં રમવી પડશે ક્વોલિફાયર




    રણવીરસિંઘ, સાઇના મિર્ઝાએ પણ કોમેન્ટ કરી

    અનુષ્કા શર્માની આ પોસ્ટ પર આશરે 5500 કરતાં વધારે કોમેન્ટ આવી છે જેના પર લોકો લખી રહ્યા છે કે અમે તમારું દર્દ સમજી શકીએ છીએ, રણવીરસિંઘે તો લખ્યું 'ક્યા યાર..' જ્યારે સાનિયા મિર્ઝાએ લખ્યું કે 'હું સમજી શકું છું...' આ પોસ્ટ પર અનેક લોકોએ કોમેન્ટ કરી છે અને સોશિયલ મીડિયામાં વિરુષ્કાનો આ પ્રેમ વાઇરલ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો : T20 World Cup: પાકિસ્તાન ટીમના કોચનું ભારત સામે મેચ પહેલાં રાજીનામું, 'માસ્તરે' પરીક્ષા પહેલાં 'વિદ્યાર્થીઓ'ને રઝળાવ્યા

    24 ઑક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ

    ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ પાકિસ્તાન સામેના મુકાબલા માટે તૈયાર થઈ રહી છે. 24મી ઑક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ રમાશે અને ત્યારબાદ તમામ મુકાબલાઓ એક પછી એક રમાવાના છે ત્યારે ટીમ સાથે પોતાના પતિ વિરાટ કોહલીની સાથે પત્ની અનુષ્કા પણ રહેશે. આ પહેલાં તે કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ ક્વોરન્ટાઇનમાં છે.
    Published by:Jay Mishra
    First published: