વિરાટને ચીયર કરવા ઇંગ્લેન્ડ પહોંચી અનુષ્કા, સાથે બસમાં જોવા મળ્યા

(Image Credit: Virushka_folyf/ Instagram

  • Share this:
    ટીમ ઇન્ડિયા હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને શુક્રવારે તે બીજી ટી-20 મેચ રમશે. આ પ્રસંગે ટીમને ચીયર કરવા માટે સુકાની વિરાટ કોહલીની પત્ની અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા કાર્ડિફ પહોંચી ગઈ છે. અનુષ્કા અને વિરાટ એક બસમાં સાથે ઉતરતા જોવા મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર વિરુષ્કા ફેન ફોલોઇંગ (virushka_folyf)પેજે કાર્ડિફમાં રહેલા વિરાટ અને અનુષ્કાની એક નાની વીડિયો ક્લીપ અને તસવીરો જાહેર કરી છે.


     વિરુષ્કાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પ્રશંસકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો વાયરલ થયો છે. ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ છે અને કાર્ડિફમાં બીજી ટી-20માં જીત સાથે જ શ્રેણી પોતાના નામે કરી લેશે.
    Published by:Ashish Goyal
    First published: