વિરાટ કોહલી માટે ઈંગ્લેન્ડમાં ફોટોગ્રાફર બની અનુષ્કા શર્મા, આ અંદાજમાં જોવા મળ્યા

તસવીર-@imVkohli)

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજકાલ પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે. તેમની સાથે પત્ની અનુષ્કા શર્મા(Anushka Sharma) અને પુત્રી વામિકા (Vamika) છે. ટેસ્ટ સિરીઝના પહેલા વિરામ દરમિયાન વિરાટ ડરહામના માર્ગો પર ફરતો જોવા મળે છે.

 • Share this:
  નવી દિલ્લી: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ શ્રેણીની શરૂઆત પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) તેનીની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)સાથે ડરહામમાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યો છે. વિરાટ અને અનુષ્કા ડરહામમાં ખૂબ એન્જોય કરી રહ્યા છે. વિરાટ કોહલીએ તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે અને ભારતીય કેપ્ટનની આ તસવીરો તેમની પત્ની અનુષ્કા શર્માએ ક્લિક કરી છે.

  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બાદ પોતાના ફ્રી સમયમાં ઈંગ્લેન્ડની મુલાકાતે છે. બંનેએ તાજેતરમાં 6 મહિના પૂરા થવા પર પુત્રી વામિકાનો જન્મદિવસ લંડનમાં ઉજવ્યો હતો. બંનેએ તેનાથી સંબંધિત ચિત્રો પણ શેર કરી હતી.

  તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝની શરૂઆત પહેલા ભારતીય ખેલાડીઓ ડરહામ પહોંચી ગયા છે અને ત્યાં પ્રેક્ટિસ મેચ પણ રમી છે. પ્રેક્ટિસ મેચ પછી મળેલા વિરામ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડરહામ ફરવા લાગ્યા છે અને ચિત્રો શેર કરી રહ્યા છે.

  તસવીર-@imVkohli)


  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટે પરાજય થયો હતો. હવે કોહલી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતીને પ્રવાસનો અંત લાવવા ઈચ્છશે. વર્ષ 2018 માં વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે 4-1થી હાર મળી હતી. કોહલી છેલ્લી વખતની નિષ્ફળતાને ભૂલીને નવી શરૂઆત કરવાનું પસંદ કરશે.
  Published by:kuldipsinh barot
  First published: