ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં વિરોધ પ્રદર્શન, આ રહ્યું કારણ

News18 Gujarati
Updated: January 14, 2020, 6:47 PM IST
ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં વિરોધ પ્રદર્શન, આ રહ્યું કારણ
સંશોધિત નાગરિકતા કાનૂનના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે

સંશોધિત નાગરિકતા કાનૂનના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે

  • Share this:
મુંબઈ : ભારત (India)અને ઓસ્ટ્રેલિયા (Australia)વચ્ચે મુંબઈમાં પ્રથમ વન-ડેમાં પણ સંશોધિત નાગરિકતા કાનૂન (Citizenship Amendment Act) અને એનઆરસી (NRC) છવાયું હતું. વાનખેડે સ્ટેડિયમમાં (Wankhede Stadium) મેચ દરમિયાન કેટલાક દર્શકોએ સીએએનો વિરોધ કર્યો હતો. જાણકારી પણ મળી છે કે વિરોધ પ્રદર્શનના કારણે કાળા રંગના કપડા પર પ્રતિબંધ મુકી દીધો હતો. જોકે મેચ દરમિયાન ઘણા દર્શકો કાળા રંગના ટી શર્ટમાં જોવા મળ્યા હતા. સ્ટેડિયમના એક સ્ટેન્ડમાં કેટલાક દર્શકોએ પોતાના ટી શર્ટ પર લખેલા અક્ષરોને મિલાવીને સીએએ, એનપીઆર અને એનસીઆરનો વિરોધ કર્યો હતો. આ દર્શકો સફેદ ટી શર્ટ પહેરીના આવ્યા હતા. તેમણે એક લાઇન બનાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગુવાહાટી ટી-20માં પણ લાગ્યા હતા નારા
આ પહેલા શ્રીલંકા સામે ગુવાહાટી ટી-20 દરમિયાન દર્શકોએ સીએએના વિરોધમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને હેમંત બિસ્વ સરમા સામે સુત્રોચ્ચાર કર્યા હતા. તમને જણાવી દઈએ કે સંશોધિત નાગરિકતા કાનૂનના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મુંબઈ પણ તેમાં અછૂત નથી. ત્યાં લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો.

સ્ટેડિયમના એક સ્ટેન્ડમાં કેટલાક દર્શકોએ પોતાના ટી શર્ટ પર લખેલા અક્ષરોને મિલાવીને સીએએ, એનપીઆર અને એનસીઆરનો વિરોધ કર્યો હતો


આ પણ વાંચો - IND Vs NZ: પૃથ્વી શો ના કારણે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ અને વન ડે ટીમની પસંદગી ન થઈ!

આ દરમિયાન નોર્થ સ્ટેન્ડ ગેંગ વાનખેડે નામના એક ટ્વિટર એકાઉન્ટે જણાવ્યું હતું કે સ્ટેડિયમમાં કાળા કપડાં પહેરીને જવા પર પ્રવેશ મળી રહ્યો નથી. જેમાં લખ્યું હતું કે મહત્વપૂર્ણ જાણકારી - જે લોકો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા મેચ માટે જઈ રહ્યા છે તે કાળા રંગની ટી શર્ટ પહેરીને ના જાય. આવા કપડાં પહેરવા પર સુરક્ષા કારણોથી પ્રવેશ અટકાવવામાં આવી રહ્યો છે. જોકે મેચ દરમિયાન ઘણા દર્શકો કાળા રંગના ટી શર્ટમાં જોવા મળ્યા હતા.

મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતા 49.1 ઓવરમાં 225 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શિખર ધવને સૌથી વધારે 74 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
First published: January 14, 2020, 6:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading