Home /News /sport /Asian Games 2018: અંકિતા રૈનાએ ભારત માટે નક્કી કર્યું વધુ એક મેડલ

Asian Games 2018: અંકિતા રૈનાએ ભારત માટે નક્કી કર્યું વધુ એક મેડલ

અંકિતા રૈનાની ફાઇલ તસવીર

એશિયન ગેમ્સ 2018નો આજે ચોથો દિવસ છે. ભારત અત્યાર સુધી 10 મેડલ પોતાના નામે કર્યા છે.

એશિયન ગેમ્સ 2018નો આજે ચોથો દિવસ છે. ભારત અત્યાર સુધી 10 મેડલ પોતાના નામે કર્યા છે. ભારતીય ખેલાડીઓએ 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રાન્ઝ મેડલ જીત્યા છે. ત્રીજો દિવસ ભારત માટે નિશાનેબાજીમાં ખુબજ સારો રહ્યો હતો. મેરઠના રહેનારા માત્ર 16 વર્ષના સૌરભ ચૌધરીએ મંગળવારે પોતાની પહેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ ઉપર નિશાન લગાવીને ભારતના દિવસની સુવર્ણ શરૂઆત કરી હતી. ચોથા દિવસે ભારતીય ખેલાડી અંકિતા રૈનાએ એક મેડલ નક્કી કરી લીધું છે. માત્ર ચાર વર્ષની ઉંમરમાં ટેનિસ કોર્ટ પર પગલું માંડનાર ભારતીય ખેલાડી અંકિતા રૈનાએ એશિયન ગેમ્સમાં સારું પ્રદર્શન કરી રહી છે. તે મહિલા ટેનિસ સિંગલમાં સેમીફાઇનલ પહોંચી છે.

અંકિતાએ ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગની યુડીસ વોંગ ચોંગને માત આપીને સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. વર્ષ 2014માં ઇંચિયોનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં છેલ્લા-16માં બહાર નીકળેલી અંકિતા આ વખતે સેમીફાઇનલમાં આવી ગઇ છે. અંકિતાએ એક કલાક અને 21 મિનિટ સુધી રમેલી મેચમાં યુડીસને સીધા સોટમાં 6-4, 6-1થી માત આપી હતી.

પહેલા સેટની શરૂઆતમાં જ અંકિતાએ હોંગકોંગની ખેલાડી સામે 1-4થી પછાડી હતી. તેણે શાનદાર વાપસી કરીને 6-4થી પોતાના નામે કરી દીધી હતી. બીજા સેટમાં અંકિતાએ સંપૂર્ણ દબદબો બનાવતા 6-1થી જીતીને છેલ્લા ચારમાં પહોંચીહતી.

ઉલ્લેખનીય છે કે, ત્રીજા દિવસે સૌરભે 10 મીટર એર પિસ્તલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુશ્તીમાં દિવ્યા કાકરાને 68 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતને 10મો મેડલ અપાવ્યો હતો. દિવ્યાએ ફક્ત 1 મિનિટ 29 સેકન્ડમાં ચીની પહેલવાનને હરાવી હતી.
First published:

Tags: Asian Games 2018, Semi final, Tennis

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો