એવું લાગી રહ્યું છે કે, ક્રિકેટર્સ ગઠિયાઓના નિશાના પર છે. રાહુલ દ્રવિડે એક પોન્જી સ્કીમ વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે, જ્યારે હવે અનિલ કુંબલેની પત્ની ચેતનાએ દાવો કર્યો છે કે, મુંબઈની એક કંપનીએ તેમના પેન કાર્ડના નંબરનો ખોટી રીતે પ્રયોગ કરીને 32 લાખ રૂપિયાની લેવડદેવડ કરી. ઉલ્લેખનિય છે કે, આ પહેલા રાહુલ દ્રવિડે ફરિયાદ કરી હતી કે, તેમને 4 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
અનિલ કુંબલેની પત્ની ચેતનાએ બેંગ્લોર પોલીસ પાસે ફરિયાદ નોંધાવી દીધી છે. ફરિયાદ અનુસાર વો ફ્રેંક મ્યૂલર વોચ ખરીદવા માટે બેંગ્લોરમાં યૂબી સિટી શોપિંગ મોલમાં ગઈ હતી. જોકે, સ્થાનિક ઘડિયાલની દુકાનમાં જિમસનની વોચ નહતી. તે ઘડિયાલ જિમસન વોચ મુંબઈની દુકાન ટાઈમકિપર્સ વોચ બુટીક પાસે મળી ગઈ હતી.
બેંગ્લોરની દુકાનનો એક કર્મચારી સત્ય વાગીશ્વરન તેમનો પેન કાર્ડ નંબર અને 8 લાખ રૂપિયાનો ચેક લઈને મુંબઈ વોચ ખરીદવા માટે નિકળી હતો.
ચેતનાએ આરોપ લગાવ્યો છે કે, તેમના પેન કાર્ડ ડિટેલ્સનો ઉપયોગ કરીને સત્ય વાગીશ્વરન અને મુંબઈની દુકાનના કર્મચારીઓએ 32.96 લાખ રૂપિયાની કિંમતની ઘડિયાળ ખરીદી કરી હતી. તેમને જણાવ્યું કે, જ્યારે મને ઈન્કમટેક્સ ફોર્મ 26AS મળ્યો તો તેમાં કહેવામાં આવ્યું હતું કે, મે 32.96 લાખ રૂપિયાની ઘડિયાળ ખરીદી છે. ત્યાર પછી મારા ઓડિટરે મને પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી.
તેમને કહ્યું કે, બેંગ્લોર અને મુંબઈની ટોપ ઘડિયાળની દુકાનોએ તેમનો વિશ્વાસ તોડ્યો તે માટે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવી જરૂરી છે.
બે વીક પહેલા રાહુલ દ્રવિડે ફરિયાદ નોંધાવી હતી કે, એક પોન્જી કંપની વિક્રમ ઈન્વેસ્ટરે સારા રિટર્નનો વાયદો કરીને તેમની સાથે છેતરપિંડી કરી. તેમને કહ્યું કે કંપનીએ તેમને 16 કરોડ પાછા આપ્યા પરંતુ બાકીના 4 કરોડ પરત આપ્યા નથી.
પોલીસે કંપનીએ પ્રમોટર્સ અને તેમના એજન્ટોએ એક સ્પોર્ટસ જર્નલિસ્ટ સૂત્રમ સુરેશની ધરપકડ કરી લેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સૂત્રમે જ રાહુલ દ્રવિડને આ પોન્જી સ્કિમમાં પૈસા લગાવવા માટે મનાવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર