કુંબલેએ ધોનીની આશા પર ફેરવ્યું પાણી, કહ્યું-IPLમાં નહી ખરીદી શકો મનપસંદ ખેલાડી

News18 Gujarati
Updated: January 25, 2018, 8:27 AM IST
કુંબલેએ ધોનીની આશા પર ફેરવ્યું પાણી, કહ્યું-IPLમાં નહી ખરીદી શકો મનપસંદ ખેલાડી

  • Share this:
મુંબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2018ની હરાજી આ મહિને 27 અને 28 જાન્યુઆરીએ યોજાવાની છે અને આ હરાજી પહેલા ભારતના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેએ કહ્યું છે કેરવિચંદ્રન અશ્વિનને આ સીઝનમાં તેની પૂર્વ ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપરકિંગ્સ નહીં ખરીદી શકે.

અનિલ કુંબલેએ કહ્યું કે સીએસકે અશ્વિનને ખરીદવાનો પ્રયાસ કરશે પરંતુ બીજી ફ્રેન્ચાઇઝી પણ તેને પોતાની ટીમમાં સામેલ કરવા માંગશે, કુંબલેએ કહ્યું કે ચેન્નાઇની ટીમ ધોની, રૈના અને જાડેજાને રિટેન કરવા પાછળ ઘણા રૂપિયા ખર્ચ કરી ચુકી છે. એવામાં હવે સીએસકે એક સ્પિનર પાછળ4થી 5 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ નહી કરે. જ્યારે તેની વેલ્યૂ તેનાથી પણ ઘણી વધુ છે. અશ્વિન ઉપર દરેક ફ્રેન્ચાઇઝી દાંવ લગાવવા માંગશે જેને કારણે સીએસકે માટે તેને લેવો મુશ્કેલ થઇ જશે.

કુંબલેનું કહેવુ છે કે એક વખત ફરી સીએસકે અશ્વિન અને જાડેજાની જોડી બનાવવા માંગશે પરંતુ આ વખતે તેવુ મુશ્કેલ નજરે પડે છે.બીજી તરફ ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે પુરો પ્રયાસ કરશે કે અશ્વિનને પોતાની ટીમમાં સામેલ કરી શકે. અશ્વિન સ્થાનિક ખેલાડી છે, અમારો પ્રયાસ હશે કે વધુમાં વધુ સ્થાનિક ખેલાડીઓને ટીમમાં લેવામાં આવે પરંતુ અમે ઇચ્છીશું કે બ્રાવો, ડુ પ્લેસિસ અને બ્રેન્ડન મેક્કુલમ જેવા ખેલાડી પણ ટીમમાં હોય.
First published: January 25, 2018, 1:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading