Home /News /sport /ટી-20 વર્લ્ડકપમાં ભારતની હાર પછી પૂર્વ કોચ કુંબલેએ આપ્યો આઇડિયા

ટી-20 વર્લ્ડકપમાં ભારતની હાર પછી પૂર્વ કોચ કુંબલેએ આપ્યો આઇડિયા

અનિલ કુંબલે (ફાઇલ ફોટો)

T20 Worldcup: ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે શરમજનક રીતે 10 વિકેટે હાર સાથે બહાર થઇ ગઇ હતી. ભારતનું ટી-20 વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન અધુરૂ રહી ગયુ હતુ. ભારતની હાર સાથે જ તે ટીકાઓનો સામનો કરી રહી છે. આ વચ્ચે પૂર્વ કોચ અનિલ કુંબલેએ ટીમ ઇન્ડિયામાં બદલાવને લઇને એક સૂચન કર્યુ છે.

વધુ જુઓ ...
T20 Worldcup: ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે શરમજનક રીતે 10 વિકેટે હાર સાથે બહાર થઇ ગઇ હતી. ભારતનું ટી-20 વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન અધુરૂ રહી ગયુ હતુ. ભારતની હાર સાથે જ તે ટીકાઓનો સામનો કરી રહી છે. આ વચ્ચે પૂર્વ કોચ અનિલ કુંબલેએ ટીમ ઇન્ડિયામાં બદલાવને લઇને એક સૂચન કર્યુ છે.

ભારતના પૂર્વ કોચ અનિલ કુંબલેનું માનવુ છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગળ વધવા માટે લિમિટેડ ઓવર્સ અને ટેસ્ટ ફોર્મેટની ટીમ પુરી રીતે અલગ અલગ હોવી જોઇએ. વન ડે અને ટી-20માં ઇંગ્લેન્ડની સફળતાને જોતા વ્હાઇટ અને લાલ બોલથી રમાતી ક્રિકેટ માટે અલગ અલગ ટીમ રાખવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે. અનિલ કુંબલેએ કહ્યુ, નિશ્ચિત રીતે તમારે અલગ અલગ ટીમની જરૂરત પડશે. તમારે T20 જાણકારોની જરૂરત પડે છે, તમે તેમના બેટિંગ ક્રમ પર નજર રાખો.

કુંબલેએ બે અલગ ટીમનું સૂચન કર્યુ

કુંબલેએ કહ્યુ, ઇંગ્લેન્ડ માટે આજે લિયામ લિવિંગસ્ટોન સાતમા નંબર પર બેટિંગ માટે આવે છે. કોઇ પણ બીજી ટીમ પાસે નંબર સાત પર લિવિંગસ્ટોન જેવો બેટ્સમેન નથી. ઓસ્ટ્રેલિયા માટે માર્કસ સ્ટોઇનિસ છઠ્ઠા નંબર પર બેટિંગ કરે છે. તમારે આ રીતની ટીમ તૈયાર કરવી પડશે.

પૂર્વ ભારતીય કોચે કહ્યુ, હું વાસ્તવમાં તેને લઇને સુનિશ્ચિત નથી કે તમારે અલગ કેપ્ટન અથવા અલગ કોચ જોઇએ. આ બધુ તેની પર નિર્ભર કરે છે કે તમે કઇ રીતની ટીમની પસંદગી કરવા જઇ રહ્યા છો. તે પછી નક્કી કરો કે તમારે કેવા સહયોગી સ્ટાફ અને કેપ્ટન જોઇએ.

ટોમ મૂડીએ અલગ અલગ કોચની વકીલાત કરી

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલ રાઉન્ડર ટોમ મૂડીએ કહ્યુ, આંતરરાષ્ટ્રીય ટીમોને અલગ અલગ કોચ રાખવા પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. ઇંગ્લેન્ડમાં બ્રેન્ડન મેક્કુલમ તેના ટેસ્ટ કોચ જ્યારે મેથ્યૂ મોટ લિમિટેડ ઓવર્સની ટીમના કોચ છે.
First published:

Tags: Anil Kumble, T20 WorldCup, Team india, ક્રિકેટ ન્યૂઝ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો