ટીમ ઇન્ડિયાનો પૂર્વ આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પોતાની આક્રમક બેટિંગની જેમ ખુલીને નિવેદન આપવા માટે પણ પ્રખ્યાત છે. સેહવાગે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન અનિલ કુંબલેને ટીમ ઇન્ડિયાના પસંદગીકાર બનાવવાની વાત કરી હતી. કાર્યક્રમમાં જ્યારે સેહવાગને પુછવામાં આવ્યું હતું કે ટીમ ઇન્ડિયાના પસંદગીકાર કેવા હોવા જાઈએ તો સેહવાગે કહ્યું હતું કે અનિલ કુંબલે આ જવાબદારીને સારી રીતે નિભાવી શકે છે.
વીરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે અનિલ કુંબલને ખેલાડીઓમાં જોશ અને આત્મવિશ્વાસ ભરતા આવડે છે. કુંબલે ચીફ સિલેક્ટર પદે યોગ્ય દાવેદાર છે. તે સચિન, ગાંગુલી અને દ્રવિડ જેવા દિગ્ગજો સાથે રહ્યા છે અને કોચ તરીકે યુવા ખેલાડીઓ સાથે પણ સમય પસાર કર્યો છે. જોકે સેહવાગે એમ પણ કહ્યું હતું કે મને નથી લાગતું કે તે ચીફ સિલેક્ટર બનશે કારણ કે સેલેરી ઘણી ઓછી છે. જો બીસીસીઆઈ ચીફ સિલેક્ટરની સેલેરી વધારે તો ઘણા ખેલાડી આ પદ મેળવવા ઇચ્છુક રહેશે.
હું નથી બનવા માંગતો પસંદગીકાર - સેહવાગ
સેહવાગને જ્યારે પુછવામાં આવ્યું કે તે ચીફ સિલેક્ટર બનવાનું પસંદ કરશે તો કહ્યું હતું કે તેમને બંધન પસંદ નથી. હું કોલમ લખું છું, ટીવી ઉપર આવું છું. એક સિલેક્ટર તરીકે મારા ઉપર બંધન રહેશે.
ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે અરજી ન કરવાના સવાલ પર સેહવાગે કહ્યું હતું કે 2017માં બીસીસીઆઈ સચિવ ડોં એમ વી શ્રીધરે કોચ પદની અરજી કરવા કહ્યું હતું અને તેથી કરી હતી. આ વખતે કોઈએ ના કહ્યું તો અરજી કરી નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર