આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબના એન્ડ્રયુ ટાયે પોતાની ટીમ જીતવા પર અનોખી રીતે ઉજવણી કરવાની વાત કરી છે. ટ્રાયએ વાયદો કર્યો છે કે જો તેની ટીમ ચેમ્પિયન બનશે તો તે બૂટથી દારુ પીશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં કોઈ સફળતા મળવા પર બૂટમાં શરાબ પીવાનો રિવાજ છે. આ જોતા ટાયએ આ વાયદો કર્યો છે.
કિંગ્સ ઇલેવન પંજાબની વેબસાઇટને ટાયે જણાવ્યું હતું કે હું તે (બૂટથી દારુ) વિશે વિચાર કરીશ. બની શકે કે જો આપણે આઇપીએલમાં જીતી જઈએ તો આમ કરીશ. ફોર્મ્યુલા વન ડ્રાઇવર ડેનિયલ રિકિયાર્ડો બૂટમાં દારુ પીવા માટે પ્રખ્યાત છે. જે જ્યારે પણ રેસ જીતે છે ત્યારે આમ કરે છે.
બૂટમાં દારુ પીવાની પરંપરા મેડ હ્યુજ દ્વારા શરુ કરવાની જાણકારી મળે છે. જેમાં શેમ્પેઈનને જમણા પગના બૂટમાં નાખવામાં આવે છે અને પછી આખી પી લેવામાં આવે છે.
આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબના એન્ડ્રયુ ટાયે પોતાની ટીમ જીતવા પર અનોખી રીતે ઉજવણી કરવાની વાત કરી
ઓસ્ટ્રેલિયાનો સુપરસ્ટાર અભિનેતા પેટ્રિક સ્ટીવર્ટ અને ગેરાર્ડ બટલર પણ બૂટમાં દારુ પી ચૂક્યા છે. ટાયે આગળ જણાવ્યું હતું કે હું ફોર્મ્યુલા વનનો પ્રશંસક છું, જ્યારે નાનો હતો ત્યારે મારા પિતા અને હું સાથે બેસીને કાર રેસિંગ જોતા હતા. આ પછી ડેનિયલ રિકિયાર્ડો આવ્યો. તે પણ પર્થથી હતો અને હું પણ પર્થથી છું.
ટાયે ગત આઈપીએલમાં સૌથી વધારે વિકેટો ઝડપી હતી. તેના નકલ બોલ અને સ્લોઅર બોલને સમજવામાં બેટ્સમેનોને પરેશાની થાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર