‘મંકીગેટ’ પર સાયમંડ્સ બોલ્યો- માફી માંગતા રડવા લાગ્યો હતો હરભજન સિંહ

‘મંકીગેટ’ પર સાયમંડ્સ બોલ્યો - માફી માંગતા રડવા લાગ્યો હતો હરભજન સિંહ

આ ઘટનાના એક દાયકા પછી સાયમંડ્સે કહ્યું છે કે ત્રણ વર્ષ પછી તેણે આ મામલાને ખતમ કરી દીધો હતો

 • Share this:
  ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયુ સાયમંડ્સના મતે ભારતીય સ્પિનર હરભજન સિંહ ‘મંકીગેટ’ પ્રકરણ પછી આ મામલાને ખતમ કરવા દરમિયાન રડવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2008માં સિડની ટેસ્ટ દરમિયાન આ ઘટના બની હતી. જેમાં હરભજન પર સાયમંડ્સે બંદર કહેવાનો આરોપ લગાવ્યો હતો.

  આ ઘટનાના એક દાયકા પછી સાયમંડ્સે કહ્યું છે કે ત્રણ વર્ષ પછી તેણે આ મામલાને ખતમ કરી દીધો હતો. બંનેએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ તરફથી રમતા વિવાદ ખતમ કર્યો હતો.

  સાયમંડ્સે ફોક્સ સ્પોર્ટ્સને કહ્યું હતું કે તે (હરભજન) રડવા લાગ્યો હતો અને મેં જોયુ કે આ ઘટનાના કારણે તેના ઉપર ઘણો ભાર છે અને તે તેને ખતમ કરવા માંગે છે. અમે હાથ મિલાવ્યા અને હું તેને ભેટ્યો હતો અને કહ્યું હતું કે મિત્ર બધુ યોગ્ય છે, આ મામલો ખતમ.

  આ પણ વાંચો - વિરાટ કોહલીએ ફટકારી 25મી ટેસ્ટ સદી, સાથે જ નોંધાવ્યા 6 રેકોર્ડ

  તે સમયે ટિપ્પણી કરવાની ના પાડનાર હરભજન પર ત્રણ મેચનો પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતે તેની ઉપર લાગેલા પ્રતિબંધનો વિરોધ કર્યો હતો, જેના કારણે પ્રતિબંધ હટાવી લીધો હતો. તે સમયે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ સંબંધો સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયા હતા.

  સાયમંડ્સે આ ઘટના વિશે કહ્યું હતું કે અમે એક રાત્રે ડિનર પર ગયા હતા અને આખી ટીમ ત્યાં હાજર હતી. ત્યા મહેમાનો પણ હાજર હતા. તે સમયે હરભજને મને કહ્યું હતું કે મિત્ર હું એક મિનિટ માટે તારી સાથે બગીચામાં વાત કરી શકું. તેણે કહ્યું હતું કે મેં સિડનીમાં તારી સાથે જે પણ કર્યું તેના માટે માફી માંગું છું. મને આશા છે કે આનાથી તારા પરિવાર, તારા મિત્રોને વધારે નુકસાન થયું નહીં હોય. મેં જે પણ કહ્યું હતું તેના બદલ માંફી માગું છું. મારે આ વાત કહેવાની જરુર ન હતી.  ભજ્જીએ આપ્યો જવાબ
  સાયમંડ્સ મંકીગેટ પ્રકરણના 10 વર્ષ થવા પર ખુલાસો કરીને ચર્ચામાં આવ્યો છે. જોકે હરભજન સિંહે આ મામલે માફી માંગવી અને રડવાની કોઇપણ ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો છે.
  Published by:Ashish Goyal
  First published: