Andrew Symonds Died: ઓસ્ટ્રેલિયાએ વધુ એક ક્રિકેટર ગુમાવ્યો, એન્ડ્રયુ સાયમંડ્સનું કાર અકસ્માતમાં મોત
Andrew Symonds Died: ઓસ્ટ્રેલિયાએ વધુ એક ક્રિકેટર ગુમાવ્યો, એન્ડ્રયુ સાયમંડ્સનું કાર અકસ્માતમાં મોત
એન્ડ્રયુ સાયમંડ્સનું કાર અકસ્માતમાં મોત
andrew symonds dies in car accident - ટૂંકા ગાળામાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટે બીજો ક્રિકેટર ગુમાવ્યો છે. થોડા મહિના પહેલા દિગ્ગજ બોલર શેન વોર્નનું મોત થયું હતું
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્રયુ સાયમંડ્સનું કાર અકસ્માતમાં મોત (Andrew Symonds died in car crash)થયું છે. ઓસ્ટ્રેલિયન પોલીસના મતે સાયમંડ્સ કારમાં (Andrew Symonds)એકલો હતો. શનિવારે મોડી રાત્રે ટાઉન્સવિલેમાં તેની કાર રસ્તા પરથી ઉતરી ગઇ હતી. સાયમંડ્સ (Andrew Symonds died)46 વર્ષનો હતો. દુર્ઘટના પછી નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જોકે તેની સ્થિતિ નાજુક હતી. ડોક્ટર તેને બચાવી શક્યા ન હતા. ટુંકા ગાળામાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટે બીજો ક્રિકેટર ગુમાવ્યો છે. થોડા મહિના પહેલા દિગ્ગજ બોલર શેન વોર્નનું મોત થયું હતું.
સ્થાનિય પોલીસના મતે શરૂઆતની જાણકારીથી સંકેત મળ્યા છે કે રાત્રે 11 કલાકે એલિસ રિવર બ્રિજ પાસે હર્વે રેન્જ રોડ પર સાયમંડ્સની કાર જઇ રહી હતી. તે સમયે રસ્તા પર કારે બેલેન્સ ગુમાવ્યું હતું અને દુર્ઘટના બની હતી. ઇજાના કારણે સાયમંડ્સનું મોત થયું છે. ફોરેન્સિક ક્રેશ યૂનિટ દુર્ઘટનાની તપાસ કરી રહી છે.
એન્ડ્રયુ સાયમંડ્સ 1998 થી 2009 વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમનો સભ્ય હતો. આ દરમિયાન સ્ટિવ વો અને રિકી પોન્ટિંગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમ અજેય માનવામાં આવતી હતી. સાયમંડ્સ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 26 ટેસ્ટ, 198 વન-ડે અને 14 ટી-20 મુકાબલો રમ્યો હતો. ટેસ્ટમાં તેના નામે 1462 રન, વન-ડેમાં 5088 અને ટી-20 377 રન છે. ત્રણેય ફોર્મેટમાં તેણે 165 વિકેટ ઝડપી છે. તે ફિલ્ડ પર પોતાના આક્રમક અંદાજ અને શાનદાર ફિલ્ડિંગ માટે ઓળખાતો હતો.
Shocked to hear about the sudden demise of Andrew Symonds. Gone too soon. Heartfelt condolences to the family and friends. Prayers for the departed soul 🙏#RIPSymonds
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 15, 2022
ચાર વર્ષ દરમિયાન ત્રણ ICC ટાઇટલ જીત્યા
એન્ડ્રયુ સાયમંડ્સ ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમનો સ્થાયી સદસ્ય રહ્યો હતો. તે રિકી પોન્ટિંગની આગેવાનીમાં 2003 વન-ડે વર્લ્ડ કપ, 2006માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને 2007માં વન-ડે વર્લ્ડ કપ જીતનાર ટીમનો સભ્ય હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2008માં રમાયેલી સિડની ટેસ્ટ મેચ દરમિયાન આ ઓલરાઉન્ડરે દાવો કર્યો હતો કે ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહ તેના પર નસ્લીય ટિપ્પણી કરી હતી અને તેને મંકી (વાંદરો) કહ્યો હતો. આ મામલાને મંકીગેટ કહેવામાં આવે છે. સાયમંડ્સ ઓસ્ટ્રેલિયા તરફથી પોતાની અંતિમ મેચ મે 2009માં રમ્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર