વિન્ડીઝના ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ડોપિંગના કારણે 12 મહિના સુધી લાગેલા પ્રતિબંધ બાદ હવે ફરીથી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. વિસ્ફોટક બેટ્સમેન હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનમાં કોલકતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે અને તેને 31 મેમાં થનાર આઈસીસી હેરિકેન રિલીફ ટી-20 ચેલેન્જ મેચ માટે વિન્ડીઝની 13 સભ્યોની ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. રસેલ ઓગસ્ટ 2016 બાદ વિન્ડીઝ તરફથી પોતાની પહેલી આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા માટે ઉતરશે. કેરેબિયન ખેલાડીએ આનાથી પહેલા રીઝનલ સુપર-50 ટૂર્નામેન્ટથી વાપસી કરી અને પછી પાકિસ્તાન સુપર લીગમાં ઈસ્લામાબાદ યૂનાઈટેડ તરફથી પણ રમ્યો હતો.
કર્યો હતો ડોપિંગ નિયમનો ઉલ્લંઘન
રસેલ પર વર્ષ 2015માં ત્રણ વખત રહેઠાણની જાણકારી ન આપવા બાબતે તેને ડોપિંગ નિયમોના ઉલ્લંઘનનો દોષિત માનવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, વિશ્વ વિરોધી ડોપિંગ એજન્સી (વાડા)ના નિયામાનુસાર ખેલાડીઓને તેમના રહેઠાણની જાણકારી આપવી અનિવાર્ય હોય છે, નહી તો તેને ડોપિંગ નિયમનો ઉલ્લંઘન માનવામાં આવશે. ક્રિકેટ વિન્ડીઝના પસંદગીકર્તા પ્રમુખ બ્રાઉને રસેલની વાપસીનો સ્વાગત કરતાં કહ્યું છે કે, 'જે ખેલાડીઓએ પાકિસ્તાન સિરીઝમાં રમ્યા નથી તેમની ટીમમાં વાપસી પર તેમનું અમે સ્વાગત કરીએ છીએ. અમે ખુશ છીએ કે આંદ્રે રસેલ પણ ટીમનો હિસ્સો બન્યા છે.'
હાલમાં રસેલ ઈન્ડિયામાં આઈપીએલમાં કોલકાતા તરફથી વિસ્ફોટક બેટિંગ કરીને શાહરૂખ ખાનની સાથે-સાથે ઈન્ડિયન્સ ક્રિકેટ ફેન્સના દિલ જીતી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર