ન્યૂઝ18 ગુજરાતી: ગઇકાલે ઇડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન આર અશ્વિનની એક ભૂલ તેની આખી ટીમને ભારે પડી હતી. અશ્વિનની એક બેદરકારીને લીધે કોલકાતા નાઇટ રાઇડર્સનો સ્કોર 200ને પાર પહોંચ્યો હતો.
કોલકાતાની પારીમાં 17મી ઓવરમાં મોહમ્મદ શમીએ આંદ્રે રસેલની યોર્કર મારી બોલ્ડ કર્યો હતો. પરંતુ અમ્પાયરે તે બોલને નો બોલ જાહેર કર્યો હતો. જે બોલ પર શમીએ રસેલનો બોલ્ડ કર્યો હતો તે સમયે ત્રણ જ ફીલ્ડર તીસ યાર્ડ સર્કલની અંદર હતા. આ કારણે એમ્પાયરે તેને નો બોલ આપ્યો હતો.
આંદ્રે રસેલને જીવનદાન મળ્યો તે માત્ર 4 રને રમી રહ્યો હતો. પરંતુ તે બાદ તે તૂટી પડ્યો. રસેલે જીવનદાન બાદ 44 રન ફટકાર્યા. તે પણ માત્ર 12 બોલમાં. રસેલે ટાયની ઓવરમાં 2 સિક્સ અને 2 ફોર મારી હતી. જે બાદ તેણે શમીની ઓરમાં સતત 3 સિક્સ અને એક ફોર મારી હતી. રસેલે 17 બોલમાં 48 રનની પારી રમી હતી.
રસેલ ઉપરાંત રોબિન ઉથપ્પા અને નીતિશ રાણાએ પણ અર્ધસદી ફટકારી હતી. ઉથપ્પાએ 50 બોલમાં અણનમ 67 અને નીતિશ રાણાએ 34 બોલમાં 64 રન કર્યા હતા. જ્યારે સુનીલ નરેને પણ 9 બોલમાં 24 રન કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર