Viral Video: ધોનીએ આર્મી યૂનિફોર્મમાં કર્યુ સેલ્યૂટ, બોલ્યો જય હિન્દ

મહેન્દ્રસિંહ ધોનીના આ વીડિયોને આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે જે ત્રણ વર્ષ જૂનો છે

મહેન્દ્રસિંહ ધોનીના આ વીડિયોને આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે જે ત્રણ વર્ષ જૂનો છે

  • Share this:
    વર્લ્ડ કપમાં ભારત સેમીફાઇનલ હારી ગયા બાદથી જ મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ લેવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમની સાથે ન જવા પર આ અટકળો મજબૂત થઈ ગઈ હતી. પરંતુ ધોનીએ કહ્યું હતું કે વિન્ડીઝ પ્રવાસે ટીમની સાથે ન જઈને બે મહિના માટે સેનાની સાથે રહેશે. ધોની ભારતીય સેનામાં ઓનરરી લેફ્ટનન્ટ કર્નલ છે અને પેરાશૂટ રેજિમેન્ટની 106મી બટાલિયનમાં તહેનાત છે.

    આ દરમિયાન ધોનીનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આર્મીના યૂનિફોર્મમાં ગાડીથી ઉતરી રહ્યો છે અને જય હિંદ કહે છે. જોકે, આ વીડિયો તાજેતરનો નથી. આનંદ મહિન્દ્રાએ આ વીડિયોને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો, જે ત્રણ વર્ષ જૂનો છે. તેમણે આ વીડિયો શેર કરતાં ધોનીનો આ વીડિયો વાયરલ થઈ ગયો છે.

    આ પણ વાંચો, ધોની ટ્રેનિંગ માટે જમ્મુ કાશ્મીર જશે, આર્મી ચીફે મંજૂરી આપી!

    જોકે, ટીમની સાથે વિન્ડીઝ પ્રવાસે ન જઈને ધોની બે મહિના સુધી સેનાની સાથે ટ્રેનિંગ કરશે, તેના માટે ભારતીય સેનાની સાથે ટ્રેનિંગ લેવાની તેને મંજૂરી મળી ગઈ છે. આર્મી ચીફ બિપિન રાવતે ધોનીની ટ્રેનિંગને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ધોનીની ટ્રેનિંગ જમ્મુ-કાશ્મીરમાં થશે. જોકે, આર્મીએ ધોનીને એક્ટિવ ઓપરેશનમાં ભાગ લેવાની મંજૂરી નથી આપી. ધોનીને 2011માં ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો, વર્લ્ડ કપમાં શમી-જાડેજાને લઈને વિરાટ કોહલીથી નારાજ હતો રોહિત શર્મા!

    આ પણ વાંચો, ટીમ ઇન્ડિયાના આ ખેલાડીની ગર્લફ્રેન્ડે પિતાને બચાવવા આપ્યું લિવર!
    Published by:Mrunal Bhojak
    First published: