Home /News /sport /ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઉપર અમેરિકી મહિલા સાથે રેપનો આરોપ, લડશે કેસ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઉપર અમેરિકી મહિલા સાથે રેપનો આરોપ, લડશે કેસ

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

એક અમેરિકી મહિલાએ પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઉપર રેપનો આરોપ લગાવ્યો છે. મહિલા પ્રમાણે રોનાલ્ડોએ તેની સાથે વર્ષ 2009માં રેપ કર્યો હતો.

    એક અમેરિકી મહિલાએ પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઉપર રેપનો આરોપ લગાવ્યો છે. મહિલા પ્રમાણે રોનાલ્ડોએ તેની સાથે વર્ષ 2009માં રેપ કર્યો હતો. જોકે, તાજેતરમાં મહિલાના નિવેદનને એક જર્મન મેગેઝીન (Der Spiegel)એ છાપ્યું હતું. હવે રોનાલ્ડોના વકિલનું કહેવું છે કે, આ પાયા વિહોણા આરોપ છે. આવા પ્રકારે છાપવા માટે તેઓ મેગેઝીન ઉપર કેસ કરશે.

    રોનાલ્ડો અત્યારના સમયે દુનિયાના સૌથી જાણિતા ખેલાડી છે. તેઓ પાંચ વખત પ્લેયર ઓફ ધ યર રહી ચુક્યા છે. આ વર્ષે તેમણે રિયાલ મેડ્રિડથી જુવેન્ટસમાં 100 મિલિયન યુરોનો કરાર સાથે ટ્રાન્સફર લીધો છે. તેઓ તેઓ ઇટલીના આ ક્લબમાં મેગેઝિન દ્વારા છાપવામાં આવેલા સમાચારને લઇને પોતાનું નિવેદન આપવનો ઇન્કાર કર્યો છે.

    મેગેઝિન પ્રમાણે આ રેપ 2009માં લાસ વેગાસની એક હોટલના રૂમમાં થયો હતો. મેગેઝિને આ નિવેદન કથિત પીડિત મહિલાના વકિલ તરફથીછાપવામાં આવ્યું છે. મેગેઝિનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, ત્યારબાદ માયોર્ગા અને રોનાલ્ડોએ કોર્ટની બહારના મુદ્દાને સુલઝાવ્યો છે. એના માટે રોનાલ્ડોએ તેને $375,000 જેટલી માતબર રકમ આપી હતી. તેમણે વાયદો કર્યો હતો. કે તેઓ આ અંગે ફરી ક્યારે વાત નહીં કરે.

    માયોર્ગાના વકીલે જણાવ્યું હતું કે, તેમણે એ કરાને ખતમ કરતા એ વાતને ખુલાસો કર્યો હતો કે સિવિલ ફરિયાદ દાખલ કરાવી છે. વકીલે જણાવ્યું કે, રોનાલ્ડો એ હરકતના કારણે મહિલાને ખુબ જ હાની પહોંચી છે. અમારું હેતું રોનાલ્ડોને એ હરકત માટે જવાબદાર ગણાવ્યો છે.

    મેગેઝિન દ્વારા નિશાન બનાવવાને લઇને મેગેઝિનના એડિટરે આ રિપોર્ટને છાપતા પહેલા અનેક વાર રોનાલ્ડો અને તેના મેનેજમેન્ટને આ આરોપ વિશે લખ્યું હતું. પરંતુ તેમણે કોઇ જવાબ આપ્યો ન્હોતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime Story, Cristiano ronaldo, Woman, અમેરિકન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन