બાસ્કેટબોલ લેજન્ડ કોબી બ્રાયન્ટ અને દીકરીનું હૅલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

News18 Gujarati
Updated: January 27, 2020, 7:45 AM IST
બાસ્કેટબોલ લેજન્ડ કોબી બ્રાયન્ટ અને દીકરીનું હૅલિકોપ્ટર દુર્ઘટનામાં મોત
હૅલિકોપ્ટરમાં આગ લાગતાં તે ચક્કર ખાઈને નીચે પટકાતાં બ્લાસ્ટ થતાં કોબી બ્રાયન્ટ સહિત 9 લોકોનાં મોત

હૅલિકોપ્ટરમાં આગ લાગતાં તે ચક્કર ખાઈને નીચે પટકાતાં બ્લાસ્ટ થતાં કોબી બ્રાયન્ટ સહિત 9 લોકોનાં મોત

  • Share this:
કેલિફોર્નિયા : કેલિફોર્નિયામાં એક હૅલિકોપ્ટર દુર્ઘટના (Helicopter Crash)માં અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર (Basketball Legend) કોબી બ્રાયન્ટ (Kobe Bryant)નું મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જે સમયે આ દુર્ઘટના થઈ તે સમયે બ્રાયન્ટ પોતાના અંગત હૅલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. હૅલિકોપ્ટર જેવું કૈલાબૈસસ શહેરના ઉરથી પસાર થયું તેમાં આગ લાગી ગઈ અને તે દુર્ઘટનાનું શિકાર બની ગયું. અહેવાલ છે કે જે સમયે આ દુર્ઘટના બની તે સમયે હૅલિકોપ્ટરમાં 9 લોકો સવાર હતા જેમાં તેમની દીકરીનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં તમામ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

મળતી જાણકારી મુજબ, આ દુર્ઘટના લૉસ એન્જિલિસથી લગભગ 65 કિ.મી. દૂર થઈ. તે કોબીનું પ્રાઇવેટ હૅલિકોપ્ટર હતું. મળતી માહિતી મુજબ હૅલિકોપ્ટરમાં હવામાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ તે ચક્કર ખાતું નીચે ઝાડીઓમાં પડ્યું હતું. હૅલિકોપ્ટર જમીન પર પટકાતાં જ તેમાં બ્લાસ્ટ થયો અને તમામ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.


41 વર્ષીય કોબી પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA)માં 20 વર્ષ રહ્યા અને આ દરમિયાન 5 ચેમ્પિયનશિપ્સ પોતાના નામે કરી. કોબીએ એપ્રિલ 2016માં સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. બ્રાયન્ટની ઉપલબ્ધીઓમાં 2008 એનબીએ મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર અને બે વાર એનબીએ ફાઇનલ એમવીપી સામેલ છે. તેઓ બે વાર એનબીએ સ્કોરિંગ ચેમ્પિયન અને બે વાર ઓલિમ્પિક ચેમ્પિયન પણ રહ્યા. તેઓએ 2018માં બાસ્કેટબોલ પર બનેલી એનિમેટેડ ફિલ્મ માટે ઑસ્કાર પણ જીત્યો હતો.આ પણ વાંચો, મિશન મંગલ'ના ડાયરેક્ટર જગન શક્તિની હાલત ગંભીર, હૉસ્પિટલમાં દાખલ
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर