અંબાતી રાયડુએ વર્લ્ડ કપ ટીમમાં પસંદગી ન થતાં ટ્વિટ કરી માર્યું મહેણું

News18 Gujarati
Updated: April 16, 2019, 8:15 PM IST
અંબાતી રાયડુએ વર્લ્ડ કપ ટીમમાં પસંદગી ન થતાં ટ્વિટ કરી માર્યું મહેણું
રાયડુએ વર્લ્ડ કપ ટીમમાં પસંદગી ન થતાં ટ્વિટ કરી માર્યું મહેણું

ઓલરાઉન્ડર વિજય શંકરનું પ્રદર્શન રાયડુના હાલના ફોર્મ પર ભારે પડ્યું

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: એમએસકે પ્રસાદની અધ્યક્ષતામાં પસંદગી સમિતિએ સોમવારે વર્લ્ડ કપ 2019 માટે ભારતની 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં અંબાતી રાયડુને જગ્યા ન મળી. ગયા વર્ષે એશિયા કપથી રાયડુ ટીમ ઇન્ડિયામાં નંબર ચારનો બેસ્ટમેન હતો. પરંતુ ઓલરાઉન્ડર વિજય શંકરનું પ્રદર્શન રાયડુના હાલના ફોર્મ પર ભારે પડ્યું.

આ દરમિયાન રાયડુએ ટ્વિટ કરી પસંદગી સમિતિ પર મહેણું માર્યું છે. તેણે ટ્વિટ કરતાં લખ્યું કે, વર્લ્ડ કપ જોવા માટે હાલ 3D ગ્લાસિસ મગાવ્યા છે. મુખ્ય પસંદગીકર્તા પ્રસાદે જણાવ્યું હતું કે, વિજય શંકર ટીમ માટે ત્રણ રીતે કારગત છે. તે બોલિંગ અને બેટિંગની સાથે સારો ફીલ્ડર પણ છે.

 પ્રસાદે કહ્યું હતું કે, તેની (રાયડુ) વિરુદ્ધ કંઇ ગયું નથી. વિજય શંકરના પક્ષમાં માત્ર એ વાત ગઇ છે કે, તે એ રોલમાં ફીલ્ડિંગ અને બોલિંગ દ્વારા વધુ પરિણામ જોડે છે. સાથે જ પ્રસાદે કહ્યું કે, અમે રાયડુને ઘણા ચાન્સ આપ્યા. પરંતુ વિજય શંકરથી અમને ત્રણ વિકલ્પ મળે છે. બેટિંગ ઉપરાંત તે બોલિંગ પણ કરી શકે છે. સાથે જ તે સારો ફીલ્ડર પણ છે. અમે તેને નંબર ચારના બેસ્ટમેન તરીકે જોઇ રહ્યાં છે.
 આ પણ વાંચો: જાણો કેવી રીતે World Cup ટીમમાં પણ કોહલી પર ભારે પડ્યા ધોની અને રોહિત

છેલ્લા એક વર્ષમાં ભારતે ચોથા નંબરે અંબાતી રાયડુને અજમાવ્યો. તેણે છેલ્લા એક વર્ષમાં 14 મેચોમાં ચોથા નંબરે બેટિંગ કરી. જેમાં 42.18ની સરેરાશથી 464 રન કર્યા, પરંતુ હાલમાં તેનું ખરાબ ફોર્મ તેની પસંદગીની આડે આવ્યું.
First published: April 16, 2019, 8:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading