આ વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2019) માટે ટીમ ઇન્ડિયાની પસંદગી પર લાંબા સમય સુધી ચર્ચા થઈ હતી. વર્લ્ડ કપ ટીમની જાહેરાત પછી અંબાતી રાયડુએ(Ambati Rayudu) વિજય શંકરની (Vijay Shankar) પસંદગી પર નિશાન સાધતા ટ્વિટ કર્યું હતું. જે ઘણું વાયરલ થયું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સના (Chennai Super Kings) બેટ્સમેન અંબાતી રાયડુએ ટીમમાં પસંદગી ના થતા કેટલાક સમય પછી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે વિજય શંકરની પસંદગીને લઈને મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે તે થ્રી ડી પ્લેયર છે. એટલે કે ફિલ્ડિંગ, બોલિંગ અને બેટિંગ ત્રણેયમાં ઉપયોગી બની શકે છે. આ કારણે તેને તક આપવામાં આવી છે. રાયડુએ આ મુદ્દે ટ્વિટ કર્યું હતું કે વર્લ્ડ કપ જોવા માટે તેણે થ્રીડી ગ્લાસ ઓર્ડર કર્યા છે.
ટ્વિટ ઉપર રાયડુને અફસોસ નથી રાયડુને તે ટ્વિટ ઉપર કોઈપણ પ્રકારનો અફસોસ નથી. રાયડુએ ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું હતું કે તેને નથી લાગતું કે વર્લ્ડ કપમાં તેના ટ્વિટના કારણે વિજય શંકર ઇજાગ્રસ્ત થતા તેના સ્થાને મયંક અગ્રવાલને ઇંગ્લેન્ડે બોલાવ્યો હતો. રાયડુએ કહ્યું હતું કે જો આવી ચીજો ઉપર વાત આવે તો મને ખબર નથી કે આને કેવું કહી શકાય. મને નથી લાગતું કે આ ટ્વિટે કોઈ કોઈ ભૂમિકા નિભાવી હોય. જો આમ થયું હોય તો હું વિચારી પણ ન શકું કે ક્રિકેટર્સ કેવી બાબતથી પસાર થતા હશે.
આ દિગ્ગજના કહેવાથી કર્યો વાપસીનો નિર્ણય રાયડુએ માન્યું કે તે લાંબા સમયથી નંબર ચારની ભૂમિકા માટે તૈયારી કરી રહ્યો હતો અને વર્લ્ડ કપમાં તક ના મળતા ઘણો નિરાશ હતો. તેના મતે કેપ્ટન વિરાટ કોહલીએ તેને નંબર ચારનો સ્થાયી બેટ્સમેન બતાવ્યો હતો અને પછી તેને વર્લ્ડ કપની ટીમમાં પૂરી રીતે ઇન્ગોર કર્યો હતો. નિવૃત્તિમાંથી યૂ ટર્ન લેવાના સવાલ પર જવાબ આપતા રાયડુએ કહ્યું હતું કે તેણે આ નિર્ણય ઉતાવળમાં લીધો હતો. પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના મુખ્ય પસંદગીકાર નોએલ ડેવિડે સમજાવ્યો હોવાથી વાપસી કરવાનો નિર્ણય કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર