ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં 34 રનના પરાજય બાદ ટીમ ઇન્ડિયાને વધુ એક ફટકો પડ્યો છે. સિડની વન-ડે પાર્ટ ટાઇમ બોલિંગ કરનાર અંબાતિ રાયડુની બોલિંગ એક્શનની ફરીયાદ કરવામાં આવી છે. રાયડુએ સિડની વન-ડેમાં બે ઓવર બોલિંગ કરી હતી અને 13 રન આપ્યા હતા.
ICCએ રવિવારે ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી. ICCના મતે સંદિગ્ધ બોલિંગ માટે અંબાતી રાયડુની ફરિયાદ કરવામાં આવી છે. રાયડુએ હવે 14 દિવસોની અંદર પોતાની બોલિંગ એક્શનની તપાસ કરાવવી પડશે. જોકે રિપોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી રાયડુને બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
રાયડુએ ઓસ્ટ્રેલિયા સામે 22મી અને 24મી ઓવરમાં બોલિંગ કરી હતી. રાયડુ ટીમ ઇન્ડિયા માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને જરુર પડે ત્યારે ટીમ માટે પાર્ટ ટાઇમ ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે.
BREAKING NEWS: India's Ambati Rayudu has been reported for a suspect bowling action after the first #AUSvIND ODI. He is to undergo testing within 14 days.
રાયડુએ 46 વન-ડેમાં 3 વિકેટ ઝડપી છે. આ સિવાય 97 ફર્સ્ટ ક્લાસ મેચમાં 10 વિકેટ અને 151 લિસ્ટ-એ ની મેચમાં 13 વિકેટ ઝડપી છે. આઈસીસીના નિયમ પ્રમાણે બોલ ફેંકવા દરમિયાન કોઈ બોલરનો હાથ 15 ડિગ્રીથી વધારે વળે તો એક્શન ગેરકાયદેસર માનવામાં આવે છે. આવા સમયે બોલર પર બોલિંગ કરવા પ્રતિબંધ લાગી શકે છે. બાયો મેકેનિક એનાલિસિસમાં રાયડુ પાસ થશે પછી જ તેની એક્શનને ક્લીનચીટ મળશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર