Home /News /sport /

90 રન કરી આઉટ થયો અંબાતી રાયડૂ, બનાવ્યો આ અણગમતો રેકોર્ડ

90 રન કરી આઉટ થયો અંબાતી રાયડૂ, બનાવ્યો આ અણગમતો રેકોર્ડ

મિડલ ઓર્ડરમાં પણ સિલેક્ટર્સને બહુ માથાકૂટ નહીં કરવી પડે. કોહલી અંબાતી રાયડૂને પસંદ કરી શકે છે.

અંબાતી રાયડૂએ 113 બોલમાં 90 રન કર્યા અને પોતાના નામે કર્યો આ રેકોર્ડ

    દેવબ્રત વાજપાઈ

    ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે વેલિંગટનમાં રમાયેલી પાંચમી વનડેમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી અને તેઓએ 18 રન પર પોતાની 4 વિકેટ ગુમાવી દીધી. એવામાં લાગ્યું કે ભારતીય ટીમનો હાલ ચોથી વનડે જેવો થઈ શકે છે. પરંતુ આ વખતે અંબાતી રાયડૂએ મોરચો સંભાળ્યો અને પાંચમી વિકેટ માટે ઓલરાઉન્ડર વિજય શંકરની સાથે 98 રનની પાર્ટનરશીપ કરી અને સ્કોરને 100ને પાર લઈ ગયો. શંકર જ્યારે સેટ થઈ ગયો તો તે મેદાનમાં ચારેય તરફ શોટ રમી રહ્યો હતો.

    પરંતુ ત્યારે તે રન આઉટ થઈ ગયો અને ટીમ ઈન્ડિયા ફરીથી મુસીબતમાં ફસાવા લાગી પરંતુ આ બધી મુશ્કેલીમાં રાયડૂએ હિંમત ન છોડી અને સિંગલ-ડબલ લેતો રહ્યો. તેણે છઠ્ઠી વિકેટ માટે કેદાર જાધવની સાથે 74 રન જોડ્યા અને સ્કોરને 200ની પાસે લઈ ગયો. એવામાં લાગ્યું કે રાયડૂ આજે પોતાની ચોથી વનડે સદી ફટકારશે. રાયડૂ પણ સદી ફટકારવા માટે ખૂબ ઉત્સાહિત લાગી રહ્યો હતો. બે ઓવર પહેલા તેણે મનરોની ઓવરમાં 2 સિક્સર ફટકારી હતી અને 44મી ઓવરમાં મેટ હેનરીની વિરુદ્ધ પણ કંઈક એવું જ કરવા માગતો હતો.

    આ પણ વાંચો, બોલ્ટના નામે વન-ડે ક્રિકેટની સૌથી ઝડપી ‘સદી’,ટીમ ઇન્ડિયા લાચાર

    પહેલા બોલ પર સ્ક્વેર લેગ પર ફોર ફટકાર્યા બાદ બીજો બોલ જે ઓફ સ્ટમ્પની બહાર હતો તેનો પીછો કરવા ચાલ્યો ગયો. આ બોલને તે એક્સ્ટ્રા કવરમાં મારવા માગતો હતો પરંતુ બોલ સ્વીપર કવરમાં જતો રહ્યો અને બોલ્ટના હાથે કેચ આઉટ થયો. આ પ્રકારે રાયડૂ 113 બોલમાં 90 રન બનાવીને આઉટ થઈ ગયો અને પોતાની સદી નોંધાવતા ચૂકી ગયો.

    રાયડૂએ બનાવ્યો અણગમતો રેકોર્ડ

    અંબાતી રાયડૂ 90 અને 100 રનની વચ્ચે ન્યૂઝીલેન્ડની ધરતી પર આઉટ થનારો ભારતનો પહેલો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા વનડેમાં અન્ય કોઈ ભારતીય બેટ્સમેન 90 અને 100ની વચ્ચે આઉટ નથી થયો. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર સીરીઝમાં કોઈ પણ ભારતીય બેટ્સમેને સદી નથી ફટકારી. ઇંગ્લેન્ડની વિરુદ્ધ 2013ની સીરીઝ બાદ આ પહેલી ઘટના છે જ્યારે આ થયું છે. સાથોસાથ રાયડૂના 90 રન ભારતીય ટીમ તરફથી સૌથી મોટો સ્કોર છે.

    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ambati rayudu, IND vs NZ, Record, Team india, ક્રિકેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन