વર્લ્ડ કપમાં પસંદગી ન થવાથી નારાજ અંબાતી રાયડૂએ સંન્યાસની જાહેરાત કરી

રાયડૂ

શિખર ધવન અને વિજય શંકર ઘાયલ થયા પછી પણ અવેજીના રૂપમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં પસંદગી ન મળવાથી નારાજ અંબાતી રાયડૂએ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. રાયડૂએ બુધવારે આ જાહેરાત કરી હતી. વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવેલી 15 લોકોની ટીમમાં રાયડૂને સ્થાન મળ્યું ન હતું. જે બાદમાં શિખર ધવન અને વિજય શંકર ઘાયલ થયા પછી પણ અવેજીના રૂપમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી.

    વર્લ્ડ કપમાં રમત દરમિયાન શિખર ધવન ઘાયલ થયો ત્યારે ઋષભ પંતને મોકો મળ્યો હતો. જે બાદમાં વિજય શંકર ઈજાગ્રસ્ત થયો ત્યારે પણ રાયડૂને મોકો મળ્યો ન હતો. તેની જગ્યાએ મયંક અગ્રવાલને મોકો આપવામાં આવ્યો હતો.

    થ્રીડી ચશ્માવાળું નિવેદન ભારે પડ્યું

    ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે 15 સભ્યોની ટીમની પસંદગી કરતા વિજય શંકરને 3D પ્લેયર કહ્યો હતો. જે બાદમાં ટીમમાં ન પસંદગી પામવા પર અંબાતી રાયડૂએ જણાવ્યું હતું કે હવે મેં વર્લ્ડ કપ જોવા માટે 3D ચશ્માનો ઓર્ડર આપી દીધો છે. કદાચ પસંદગીકારોએ આવા નિવેદનથી નારાજ થઈને બે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવા છતાં ટીમમાં અંબાતી રાયડૂની પસંદગી કરી ન હતી.



    ...તો હવે આઈસલેન્ડ માટે રમશે રાયડૂ?

    આ દરમિયાન આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડે અંબાતી રાયડૂને પોતાના દેશની નાગરિકતા આપવાની ઓફર કરી છે. તેમની તરફથી લખવામાં આવ્યું છે કે, "અગ્રવાલ્ 72.33ની સરેરાશથી ક્રિકેટમાં ત્રણ જ વિકેટ છે. આ માટે અંબાતી રાયડૂ 3D ગ્લાસ ઉતારી શકે છે. અમે તેના માટે બે દિસ્તાવેજ તૈયાર કર્યા છે, તેને વાંચવા માટે ફક્ત સાદા ચશ્માની જ જરૂર છે. અંબાતી અમારી સાથે જોડાઓ. અમને રાયડૂ સાથે જોડાયેલી વાતો પસંદ છે." એવામાં એવી શક્યતા છે કે આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડની ઓફર સ્વીકારવા માટે જ રાયડૂએ સંન્યાસનો નિર્ણય લીધો છે.

    રાયડૂએ 50 વન ડેમાં 1694 રન બનાવ્યા છે. તેની સરેરાશ 47.05 રહી છે, તેમજ સર્વાધિક સ્કોર 124 રહ્યો છે. રાયડૂએ ત્રણ સદી અને 10 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો સ્ટ્રાઇક રેટ 79.04નો રહ્યો છે. ભારત માટે રાયડૂએ પાંચ ટી-20 મેચ રમી છે. જેમાં 10.50ની સરેરાશથી 42 રન બનાવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: