Home /News /sport /ભારત-સાઉથ આફ્રિકાની મેચ દરમિયાન સાંપ મેદાનમાં ઘુસી ગયો, 10 મિનિટ સુધી મેચ અટકાવવી પડી, જૂઓ VIDEO

ભારત-સાઉથ આફ્રિકાની મેચ દરમિયાન સાંપ મેદાનમાં ઘુસી ગયો, 10 મિનિટ સુધી મેચ અટકાવવી પડી, જૂઓ VIDEO

ટીમ ઈન્ડિયાની ઈનિંગની 8મી ઓવર ચાલી રહી હતી, ત્યારે મેદાનમાં સાપ આવી ગયો.

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ગુવાહાટીમાં બીજી ટી-20 મેચ રમાઈ હતી. ભારતીય ટીમે અહીં પ્રથમ બેટિંગ કરી પરંતુ આ મેચમાં તો ગજબ ઘટના બની ગઈ. જ્યારે ટીમ ઈન્ડિયાની ઈનિંગની 8મી ઓવર ચાલી રહી હતી, ત્યારે મેદાનમાં સાપ આવી ગયો. જેના કારણે રમને રોકવી પડી.

વધુ જુઓ ...
    ગુવાહાટીઃ ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ગુવાહાટીમાં બીજી ટી-20 મેચ રમાઈ હતી. ભારતીય ટીમે અહીં પ્રથમ બેટિંગ કરી પરંતુ આ મેચમાં તો ગજબ ઘટના બની ગઈ. જ્યારે ટીમ ઈન્ડિયાની ઈનિંગની 8મી ઓવર ચાલી રહી હતી, ત્યારે મેદાનમાં સાપ આવી ગયો. જેના કારણે રમને રોકવી પડી.

    પીચ પર હતા કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ

    મોટાભાગે અત્યાર સુધીમાં મેચ દરમિયાન ફેન્સના ગ્રાઉન્ડમાં ઘુસી જવા, કૂતરુ ગ્રાઉન્ડમાં આવી જવાને કારણે મેચ રોકવી પડી હોય તેવા કિસ્સાઓ બન્યા છે. જોકે આવો કિસ્સો આ પ્રથમ વખત જ સાંભળવા મળ્યો છે કે મેદાનમાં સાંપ આવવાને કારણે રમત રોકવી પડી હોય. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યાં હતા, આ દરમિયાન મેદાનમાં સાંપની એન્ટ્રી થઈ હતી.



    10 મિનિટ સુધી મેચ રોકવી પડી

    દરેક વ્યક્તિઓ આ જોઈને હેરાન થઈ ગયા હતા અને સતત સાપને જોઈ રહ્યાં હતા. તરત જ ગ્રાઉન્ડ સ્ટાફ દોડતો-દોડતો મેદાનમાં પહોંચ્યો અને સાપને પકડીને બહાર લઈ ગયો. લગભગ 10 મિનિટ સુધી મેચને રોકવાની ફરજ પડી હતી. જોકે પછીથી મેચને ફરીથી શરૂ કરવામાં આવી છે.

    આ પણ વાંચો:T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા 14 દિવસમાં 6 મેચ રમશે, જાણો ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
    Published by:Vrushank Shukla
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन